________________
૮૨
તત્વાર્થાધિગમસૂત્ર છે પૂર્વયોáાઃ દા
पीतान्तलेश्याः ॥७॥ અનુવાદ : ઈન્દ્ર, સામાનિક ને વળી, ત્રાયસિંશક, પર્ષદા,
આત્મરક્ષક, લોકપાલો, અનીક ધારું સર્વદા; પ્રકીર્ણ અષ્ટમભેદ માની, અભિયોગિક આદરું, કિલ્બિષિકો દશમા કહ્યા, એમ સર્વ જાતિ મન ધરું. (૨) ત્રાયસિશક, લોકપાલો ભેદ બેને પરિહરી, આઠભેદે દેવ વ્યંતર, જ્યોતિષી પણ ચિત્તધરી; પ્રથમ ભવનપતિ સ્થાને, ભેદ દશને માનવા, દેવ વૈમાનિક સ્થાને, તેહ દશ સ્વીકારવા (૩) પ્રથમની નિકાય બેમાં ઇન્દ્ર બબ્બે બોલતા, ભવનપતિના વિશ ઇન્દ્રો સૂત્રથી અવલોકતા; દેવ. વ્યંતર સ્થાન ગણના ઈન્દ્ર બત્રીશ દેખતા. કૃષ્ણ, નીલ, કાપોત, તેજસુ ચાર લેશ્યા પેખતાં. (૪)
અર્થ : ઈન્દ્ર સામાનિક ત્રાયશ્ચિશ, પારિષદ્યપર્ષદા, આત્મરક્ષક, લોકપાલ, અનીક, પ્રકીર્ણ, અભિયોગિક અને કિલ્બિષક, એ રીતે દરેક નિકાયમાં પ્રભેદ છે, વ્યંતર અને
જ્યોતિષ્ક એ બે નિકાયમાં ત્રાયશ્વિશ અને લોકપાલ, એ બે ભેદ નથી. આ રીતે ભવનપતિ અને વૈમાનિક એ દરેકના દશ અને
જ્યોતિષ્ક અને વ્યંતર એ દરેકના આઠ પ્રભેદ છે. પ્રથમની ભવનપતિ અને વ્યંતર નિકાયમાં બે બે ઈન્દ્ર છે. એમ ગણતાં ભવનપતિના વીશ અને વ્યંતરના સોળ ઇન્દ્રો છે. વ્યંતર અને વાણવ્યંતરના ઈન્દ્રો જુદા ગણતાં વ્યંતરના બત્રીશ ઇન્દ્ર પણ ગણાય છે. જ્યોતિષ્કમાં સૂર્ય અને ચંદ્ર એ બે ઇન્દ્ર છે. સૂર્ય, ચંદ્ર, અસંખ્યાત હોવાથી આ નિકાયના અસંખ્યાત ઈન્દ્રો છે;