________________
તત્વાર્થાધિગમસૂત્ર
અવશ્ય કરણી ષટ્ પ્રકારી, નિરંતર ધરતા જના, મુક્તિ માર્ગ પ્રકાશ ભાવે, આદર શાસનતણા; જિન નામ કર્મ સરસ ધર્મ, પુણ્યની ઉત્કૃષ્ટતા, જીવ બાંધે ઉદય આવે, પદ તીર્થંકર સાધતા. (૧૫) અર્થ : દર્શન વિશુદ્ધિ, વિનય, નિરતિચાર શીલવ્રતત્વ, અભીક્ષ્ણજ્ઞાન અને ઉપયોગ, સંવેગ, યથાશક્તિ ત્યાગ, યથાશક્તિતપ ચતુર્વિધ સંઘ અને સાધુ આદિને સમાધિકરણ, વૈયાવૃત્યકરણ, અરિહંતભક્તિ, આચાર્યભક્તિ, બહુશ્રુતભક્તિ, શાસનભક્તિ, આવશ્યકનો અપરિહાર, મોક્ષમાર્ગની પ્રભાવના અને પ્રવચનવાત્સલ્ય આદિ તીર્થંકર નામ કર્મના આસ્રવ છે. ભાવાર્થ : વીતરાગ દેવ કથિત તત્ત્વ પર રુચિ અને શ્રદ્ધા તે દર્શનવિશુદ્ધિ છે. મોક્ષના સાધન એવા જ્ઞાન આદિનું બહુમાન તે વિનય છે, અહિંસા આદિ પાંચ-મૂળવ્રત અને તેની રક્ષાર્થે વાડરૂપશીલ અને બાવ્રત તેમજ શીલ-બ્રહ્મચર્ય આદિનું નિરતિચાર પાલન તે અનતિચાર શીલવ્રતત્વ છે. તત્ત્વવિષયક જ્ઞાનમાં સતત જાગૃતિ અને ઉપયોગ તે અભીક્ષ્ણજ્ઞાનોપયોગ છે. સાંસારિક ભોગના સાધનોની લાલચમાં ન સપડાવાની જાગૃતિ તે અભીક્ષ્ણ સંવેગ છે. વિવેકપૂર્વક યથાશક્તિ દાન તે ત્યાગ છે. દાનની વ્યાખ્યા સાતમા અધ્યાયના છેલ્લા બે સૂત્રોમાં આવશે. બાહ્ય યા અત્યંતર તપ તે તપ છે. તપનું વર્ણન અધ્યાય નવમાના સૂત્ર ઓગણીશ વીશમાં આવવાનું છે. ચતુર્વિધ સંઘ અને પ્રધાનપણે સાધુ આદિને સમાધિ પહોંચાડવાની પ્રવૃત્તિ તે સમાધિકરણ છે. ગ્લાન આદિ વ્રતધારીની સેવા તે વૈયાવૃત્ત્વ છે. અરિહંત, આચાર્ય, બહુશ્રુત અને પ્રવચન આદિ પ્રતિ અનુરાગ અને તે દરેકનું બહુમાન તે અનુક્રમે અરિહંતભક્તિ,
૧૫૧