________________
૧૫૦
તત્વાર્થાધિગમસૂત્ર કષાય-રાગદ્વેષ રહે તે સરાગ સંયમ છે. અણુવ્રતનો સ્વીકારને સંયમસંયમ છે. પરાધીનતાના કારણે હીન પ્રવૃત્તિનો ત્યાગ તે અકામનિર્જરા છે. અગ્નિપ્રવેશ, પર્વતપ્રપાત, જલપ્રદેશ, વિષભક્ષણ, અનશનલાંઘણ આદિ વિવેકરહિત કષ્ટ વેઠવું તે બાલતપ છે. તે સર્વ દેવ આયુષ્યના હેતુ છે. મન, વચન, અને કાયાની પ્રવૃત્તિની કુટિલતા અર્થાત્ વિચારવું કાંઈ, બોલવું કાંઈ, અને પ્રવૃત્તિમાં કાંઈ; અર્થાત્ એકસૂત્ર પ્રવૃત્તિનો અભાવ તે યોગ વક્રતા છે. દંભનું સેવન તે વિસંવાદન છે. તે બે અશુભ નામકર્મનો હેતુ છે. પોતાના વિશે મન, વચન અને કાયાની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિ તે યોગવક્રતા છે. બીજાના પ્રતિ મન, વચન અને કાયાની પ્રવૃત્તિની ભિન્નતા તે વિસંવાદન છે. આથી ઉલટું મન, વચન અને કાયાની સમાન એકરૂપ પ્રવૃત્તિ તે યોગ સરળતા અને સંવાદન એ શુભ નામ કર્મના હેતુ છે. તીર્થકર નામકર્મના બંધ હેતુઓ : सूत्र - दर्शनविशुद्धिविनयसपन्नता शीलव्रतेष्वन
तिचारोऽभीक्ष्णं ज्ञानोपयोगसंवेगौ शक्तितस्त्यागतपसी संघसाधुसमाधि वैयातृत्त्यकरणमर्हदाचर्यबहुश्रुतप्रवचनभक्तिरावश्यकापरिहाणिमार्गप्रभावना प्रवचनवत्सलत्व
નિતિતીર્થક્વી પરણા અનુવાદ : દર્શન વિશુદ્ધિ, વિનય સાથે, અનતિચારી શીલધરા,
જ્ઞાનસંવેગ નિત્ય ધરતાં, ત્યાગ, તપ ધરતા નરા; સંઘ, સાધુ તણી સમાધિ, નહિ વૈયાવચ્ચ છોડતા, અરિહંત, સૂરિ, બહુ શ્રતોની, ભક્તિ પ્રવચન રાખતા. (૧૪)