________________
તત્વાર્થાધિગમસૂત્ર
૧૪૯ સારાગસંયમ, દેશવિરતિ, અકામનિર્જર ભાવના બાલતપસી કષ્ટ કરતાં, આયુ બાંધે દેવના; વક્રતા ધરે યોગની વળી, વિસંવાદો ધારતા
નામ કર્મ અશુભ બાંધે, વિપરીતે શુભ બાંધતા. (૧૩) અર્થ : બહુ આરંભ અને પરિગ્રહ નરક આયુષ્યના;
માયા અને કપટ એ તિર્યંચ આયુષ્યના; અલ્પ આરંભ, પરિગ્રહ, મૃદુતા, સરળતા, એ મનુષ્ય આયુના; શીલરહિતપણું અને વ્રતરહિતપણું એ ચારે આયુષ્યના; સરાગ સંયમ, દેશ વિરતિ, અકામ નિર્જરા, બાલતપ આદિ દેવ આયુષ્યના આશ્રવ છે. યોગની વક્રતા, વિસંવાદન એ અશુભનામ-કર્મના અને તેથી વિપરીત યોગની એકસૂત્રતા અને દંભનો ત્યાગ એ શુભ નામ કર્મના આશ્રવ છે.
ભાવાર્થ : પ્રાણીને દુઃખ પહોંચાડવાની સકષાયી પ્રવૃત્તિ તે આરંભ અને વસ્તુની માલિકીમાં મૂછ તે પરિગ્રહ છે. આરંભ અને પરિગ્રહમાં રસવૃત્તિના પરિણામે અશુભ પ્રવૃત્તિ રહ્યા કરે તેથી આ બે નરક આયુષ્યના હેતુ છે. છલ પ્રપંચ, કુટિલતા કપટ, તેમજ સ્વાર્થ ખાતર મિથ્યા દર્શનનો ધર્મ તરીકે ઉપદેશ, શીલનો અભાવ આદિ પણ માયા છે. આ સર્વ તિર્યંચ આયુષ્યના હેતુ છે. અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહના પરિણામ, સ્વભાવમાં મૃદુતા અને સરળતા એ મનુષ્યના સામાન્ય હેતુ છે. વ્રત અને શીલનો અભાવ એ ચારે પ્રકારના આયુષ્યના સામાન્ય હેતુ છે. વ્રત એ મૂળ ગુણ, અને શીલ એ વ્રતના સહાયક હોઈ ઉત્તર ગુણ છે. તેનું વર્ણન અધ્યાય સાતમાં સૂત્ર ૧૬ અને ૧૭માં આવવાનું છે; વ્રત અને શીલના પાલન અર્થે કષાયનો ત્યાગ કરવો તે પણ શીલમાં ગણાય છે. વ્રતની સ્વીકાર પછી આંશિત