________________
તત્વાર્થાધિગમસૂત્ર
૨૦૧
स्त्यागाकिंचन्यबह्मचर्याणिधर्मः ॥६॥ अनित्याशरणसंसारैकत्वान्यत्वाशुचित्वास्रवसंवरनिर्जरालोकबोधिदुर्लभधर्मस्वाख्याततत्त्वानुचिन्तनमनुप्रेक्षाः ॥७॥ અનુવાદ : ક્ષમા, માર્દવ વળી આર્જવ, શૌચ, સંયમ, સત્યના, તપ, ત્યાગ, આર્કિચન્ય ને શીલ, ધર્મ દશ એ શુદ્ધતા; અનિત્ય પહેલી ભાવના છે, અશરણ સંસારની, એકત્વ ચોથી પાંચમી છે ભાવના અન્યત્વની. (૪) અશુચિપણાની ભાવના છે, આશ્રવ સંવર તણી, નિર્જરાને લોક બોધી, દુર્લભ ધર્મજ ભણી; સારૂ કહેલું તત્ત્વચિંતન, બાર ભેદે જાણવું, અનુપ્રેક્ષા તેહ કહીએ, સ્થિર મનથી ધારવું. (૫) અર્થ : ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આર્કિચન્ય અને બ્રહ્મચર્ય એ દશ ધર્મ યા યતિધર્મ છે. અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિ, આશ્રવ, સંવર, નિર્જરા, લોકાનુપ્રેક્ષા, બોધિદુર્લભ અને ધર્મ એ બાર ભાવના છે. ભાવના યા તત્ત્વચિંતન તે અનુપ્રેક્ષા છે.
ભાવાર્થ : ધર્મમાં દર્શાવેલ ગુણ જીવનમાં ઉતારવાથી દોષ દૂર થાય છે; પરિણામે તે સંવરના સાધન બને છે. ક્ષમા આદિ દશ ધર્મ જ્યારે અહિંસા આદિ પાંચ વ્રત અને આહાર શુદ્ધિ આદિ ઉત્તર ગુણયુક્ત બને છે ત્યારે યતિધર્મ બને છે. મહાવ્રત અને તેના ઉત્તર ગુણ વિના ક્ષમા આદિ ગુણ હોય ત્યારે તે યતિધર્મ નહિ; પરંતુ માત્ર ધર્મ કોટિમાં રહે છે.
(૧) ક્રોધ ન કરવો, સહનશીલતા રાખવી, કદાચ ક્રોધ ઉદ્ભવે કે સહન ન થાય તો તે દરેકને નિષ્ફળ બનાવવા તે