________________
તત્વાર્થાધિગમસૂત્ર
૨૦૩ પણ છે; તદર્થે આકર્ષક સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ, શરીર, સંસ્કાર આદિનો ત્યાગ અને અધ્યાય સાતમામાં બ્રહ્મચર્ય વ્રતની બતાવેલ ભાવના ચિંતવવી આવશ્યક છે.
ઊંડા ચિંતનરૂપ ભાવના તે અનુપ્રેક્ષા છે. તાત્ત્વિક ઊંડા ચિંતનથી રાગદ્વેષ રોકાય છે. (૧) પ્રાપ્ય વસ્તુના વિયોગથી દુઃખ ન થાય તે વૃત્તિ કેળવવા વસ્તુમાં રહેતી આસક્તિનો ત્યાગ જરૂરી છે. ““શરીર, ઘરબાર, રાચરચીલું, આભૂષણ આદિ સર્વ વિનશ્વર છે.” તે પ્રકારનું ચિંતન તે અનિત્ય ભાવના છે. (૨) શુદ્ધ ધર્મનું શરણ સ્વીકારી બાકીની વસ્તુમાંથી મમત્વ દૂર કરવા માટે
આધિ, વ્યાધિ અને ઉપાધિમય સંસારમાં ધર્મ સિવાય કોઈ શરણ નથી.” તે પ્રકારનું ચિંતન અશરણભાવના છે. (૩) તૃષ્ણા ત્યાગ માટે સાંસારિક પદાર્થોમાં ઉદાસીનતા યા નિર્વેદ જરૂરના છે. સંસારમાં ““સ્વજન પરજન કોઈ નથી, જીવ અનંતીવાર જન્મમરણ કરતો આવ્યો છે. જીવ રાગ, દ્વેષ, મોહ, તૃષ્ણા આદિ કારણે મત્સ્યગલાગલ-ન્યાય પ્રમાણે ચાલતી પ્રવૃત્તિ જોઈ ગ્લાનિ અનુભવે છે. હષ-શોક, સુખ-દુ:ખ, જન્મ-મરણ, આદિ દ્વન્દ્રરૂપ સંસાર કષ્ટમય છે.” આવા વિચાર તે સંસારભાવના છે. (૪) મોક્ષાર્થીએ રાગદ્વેષ પ્રસંગે નિર્લેપતા સાધવી જોઈએ. સ્વજન પર રાગ અને પરજન પર દ્વેષ ટાળવા ““હું એકલો મરવાનો છું. કૃત કર્મ સિવાય કાંઈ સાથે આવનાર નથી. તેના ફળ પણ મારે ઉદય આવ્યે ભોગવવાના છે આદિ ચિંતન તે એકત્વભાવના છે. (૫) દેહ અને આત્માને એક માની જીવ વિવેક ચૂકે છે; તે દૂર કરવા સારુ જડ અને ચેતનના ગુણધર્મની જે ભિન્નતા છે તેનું ચિંતન કરવું અને “હું તો અનાદિ અનંત છું અને મારા માટે તો અન્ય પદાર્થો સાદિશાન્ત છે; હું અને દેહ