________________
૧૬૨
તવાથધિગમસૂત્ર યુગલ છે. કામરાગના આવેશથી ઉત્પન્ન થતી માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિ તે મૈથુન છે. નિયત રીતે પ્રમત્તયોગ તો આમાં હોય છે, કારણ કે મૈથુન પ્રવૃત્તિ અપ્રમત્ત દશામાં સંભવતી જ નથી. આ ઉપરાંત કામરાગજનિત ચેષ્ટા એકલા પણ આચરવામાં આવે તો તે આ દોષમાં આવે છે. જેના પાલનથી સદ્ગણ વધે તે બ્રહ્મ, અને જે પ્રવૃત્તિથી સદ્ગણ ન વધતાં દોષનું પોષણ થાય તે અબ્રહ્મ છે.
મૂચ્છ-મમત્વ તે પરિગ્રહ છે. વસ્તુમાં આસક્તિ તે મૂચ્છ છે; આસક્તિથી વિવેકભ્રષ્ટ થવાય છે. - કોઈપણ પ્રવૃત્તિ રાગ, દ્વેષ, મોહ આદિ કારણે થાય છે; તેથી રાગ, દ્વેષ, મોહ આદિ દોષ છે, આમ દોષથી પાછા ફરવું તે મુખ્ય વ્રત છે. દોષના ત્યાગનો ઉપદેશ આપતાં પહેલાં દોષ જન્ય પ્રવૃત્તિ સમજાવવામાં આવે તો દોષનો ત્યાગ કરાવી શકાય. આમજનતા રાગ, દ્વેષ આદિનો ત્યાગ ઝીલી ન શકે; તેને તો તજજન્ય પ્રવૃત્તિરૂપ અહિંસા, સત્ય, આદિ પ્રવૃત્તિ ગણાવી સમજાવાય તો તે માટે આદર ઉત્પન્ન કરી શકાય અને આચરણમાં મુકવાનો પ્રયત્ન પણ કરાવી શકાય.
આ કારણે પાંચ વ્રત સમજાવવાની આવશ્યકતા ઉત્પન્ન થાય છે. વિશાળ દૃષ્ટિવાળા કોઈ કોઈ અહિંસા વ્રતમાં બાકીના દોષનો સમાવેશ કરી સમજાવવા પ્રયત્ન કરે છે, તેજ પ્રકારે સત્ય આદિ એક જ વ્રતમાં અન્ય વ્રતોનો સમાવેશ પણ સમજાવી શકાય.
વતી શલ્ય વિનાનો હોવો જોઈએ. શલ્ય ત્રણ પ્રકારના છે; (૧) માયા, (૨) નિદાન અને (૩) મિથ્યાત્વ. દંભ, કપટ, ઠગવાની વૃત્તિ આદિ માયા છે. ભોગની લાલસા તે નિદાન