________________
તત્વાર્થાધિગમસૂત્ર
૧૬૩ નિયાણું છે. સત્યની ઉપેક્ષા અને અસત્યનો આગ્રહ તે મિથ્યાદર્શન છે, આ ત્રણે માનસિક દોષ છે. જે માનસિક અને શારીરિક શાન્તિનો નાશ કરે છે. વ્રતી માટે પહેલી શરત એ છે કે તેણે શલ્યનો ત્યાગ કરવો.
યથાશક્તિ અને યોગ્યતા અનુસાર વ્રતીના બે પ્રકાર છે. (૧) ગૃહસ્થ સ્ત્રી યા પુરુષ-તે અગારી-ઘરવાળા છે. અને (૨) ત્યાગી મુનિ તે અનગાર-ઘરવિનાના છે. આ અર્થનો વિકાસ કરી વિષય તૃષ્ણા યુક્ત તે અગારી ગણી શકાય. ખરી રીતે તો અગારી, અને અનગારની આજ કસોટી છે. વિષય તૃષ્ણા હોવા છતાં અગારી વિષય તૃષ્ણા ત્યાગ કરનાર-ઉમેદવાર હોવાથી તેને પણ વ્રતી કહ્યો છે. અહિંસા આદિ મહાવ્રત ન લેનારમાં પણ ત્યાગ વૃત્તિનો અંશ ઉભવે તો ગૃહસ્થ મર્યાદામાં રહેવા સારુ અણુવ્રત લઈ શકાય છે. આવો અણુવ્રત ધારી તે શ્રાવક કહેવાય છે. ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતનું વર્ણન અને સમ્યકત્વના અતિચાર : सूत्रः - दिग्देशा-नर्थदंडविरति-सामायिक-पौषधोपवासो
पभोगपरिभोगातिथिसंविभागवतसंपन्नश्च ॥१६॥ मारणान्तिकी सलेखनां जोषिता ॥१७॥ शंका-कांक्षा-विचिक्त्सिा-न्यदृष्टिप्रशंसासंस्तवाः सम्यग्दृष्टेरतिचाराः ॥१८॥
व्रतशीलेषु पञ्च पञ्च यथाक्रमम् ॥१९॥ અનુવાદ : દિશા તણા પરિમાણ વ્રતને, દેશ અવગાસિક ભણું,
અનર્થ વિરતિ, વ્રત સામાયિક, પોસડુ વ્રત જ ગણું; ઉપભોગને પરિભોગમાંહિ, પરિમાણ જ મનધરું, અતિથિતણો સંવિભાગ ધારી, રૂડો સંયમ આદરું. (૮)