________________
૨૪,
તવાથભિગમ સત્ર
છે
કે
f_અધ્યાય-૪T
દેવનું વર્ણન:
સૂત્ર ૧ થી ૩ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક એ ચાર પ્રકારના દેવો છે. બીજા નિકાયના દેવ તેજલેશ્યાવાળા છે. કલ્પોપાન સુધીના ચાર નિકાયના દેવોના અનુક્રમે દશ, આઠ, પાંચ અને બાર ભેદ છે.
સૂત્ર ૪ થી ૬ પરિવારનું વર્ણન ઇન્દ્ર, સામાયિક, ત્રાયસિંશ, પારિષદ, આત્મરક્ષક, લોકપાલ, અનીક, પકીર્ણક, આભિયોગ્ય અને કિલ્બષકરૂપે દેવ હોય છે. વ્યંતર અને
જ્યોતિષ્કમાં ત્રાયસિંશ અને લોકપાલ નથી. પહેલા બે નિકાયમાં બે બે ઇન્દ્ર છે.
સૂત્ર ૭ થી ૧૦ લેશ્યા અને વિષયસુખનું વર્ણનઃ પહેલા બે નિકાયના દેવો કૃષ્ણ, નલ, કાપોત અને તેજ લેશ્યાવાળા હોય છે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને પહેલા બે કલ્પના દેવો કાયપ્રવીચારી છે. પછીના દરેક બે કલ્પો અનુક્રમે સ્પર્શસેવી, રૂપસેવી, શબ્દસેવી અને મનસેવી છે. બાકીના અપ્રવીચારી છે. આ સૂત્ર ૧૧ થી ૧૩ પહેલા ત્રણ નિકાયના પ્રભેદનું વર્ણન: અસુર, નાગ, વિદ્યુત, સુપર્ણ, અગ્નિ, વાત, સ્તનત, ઉદધિ, દ્વીપ અને દિકકુમાર એ ભવનવાસીના દશ પ્રકાર છે. કિન્નર, કિંપુરુષ, મહોગ, ગાંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ એ આઠ વ્યંતરના ભેદ છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા એ પાંચ જ્યોતિષ્કના ભેદ છે.
સૂત્ર ૧૪ થી ૧૬ જ્યોતિષ્કનું વિશિષ્ટ વર્ણનઃ મનુષ્યલોકમાં મેરુની આજુબાજુ નિત્ય પ્રદક્ષિણા કરે છે; જેથી કાળવિભાગ થાય છે. મનુષ્યલોકની બહાર સ્થિર જ્યોતિષ્ક છે.