________________
* *
*
તત્વાર્થાધિગમસૂત્ર
૨૭૭ પૂર્વપ્રયોગ અસંગપણું ને બધુની વિચ્છેદતા, સ્વભાવ નિર્મળ ઊર્ધ્વગતિમાં ચાર કારણ ભાવતા liા કુંભારના ચક્ર અને હિંડેળામાં ને બાણમાં પૂર્વપ્રયોગે ગતિ છે, તેમ સિદ્ધ જાયે સિદ્ધિમાં જેમ માટી જાતા તુમ્બડું જળમાં તુરત ઉપર તરે, તેમ કર્મ કાદવ દૂર થાતાં, વિમળ જીવ ઊંચે પડે liટા. એરંડનાં બીજ બન્ધના વિચ્છેદથી ગતિ આદરે, સવિ કર્મ બનધન તૂટતાં જીવ સિદ્ધિગતિમાં જઈ ઠરે; જિનરાજ જનહિતકાજ જગના વિવિધ ભાવો જાણતા, સર્વે પદાર્થોના સ્વભાવો, યથાતથ્ય પ્રકાશતા છેલ્લા પુદ્ગલતણો નીચે જવાનો સ્વભાવે જ સ્વભાવ છે, તેમ ચેતનોનો ઊર્ધ્વગતિનો મુખ્ય શુદ્ધ સ્વભાવ છે; પથ્થર સદા નીચે પડે, ને વાયુ તીર્થો વાય છે, જળહળ કરંતી જ્વલન જ્વાળા, જેમ ઊંચે જાય છે. ૧૦ તેમ આત્મા પણ નિજસ્વભાવે ઊર્ધ્વ દેશે સંચરે, જે વસ્તુના જે છે સ્વભાવો તે તો કદીય નવ ફરે; નીચે ઊંચે મધ્યમાં જે જીવ સંચરતા દીસે, તે સર્વ કર્મ અધીન કરતાં ગતિ સંસારે વસે. ૧૧|| પરભાવથી પરને આધીન જીવ શું નથી કરતો અહિં, નિજભાવમાં રમતો સદા ચેતન વિલસતો શિવમહિ; ઉત્પાદ નાશ અને પ્રવૃત્તિ સમસમય એક દ્રવ્યમાં ને કર્મમાં દેખાય છે તેમ જાણીએ મુક્તાત્મમાં. ૧રા ગતિ મુક્તિને સંસારનો વિચ્છેદ એક જ કાળમાં કારણ સવિ આવી મળે ન વિલંબ થાયે કાર્યમાં; જેમ દીપક પ્રકટે તિમિર નાસે ને પ્રકાશ પૂરાય છે, સમકાળ મુક્તિપ્રાપ્તિ ને ભવનાશ એમ જ થાય છે. ll૧૩