________________
તત્વાર્થાધિગમસૂત્ર
૧૧૩ માટે આકાશના અસંખ્યાત પ્રદેશથી અધિક ક્ષેત્રની પણ આવશ્યકતા રહેતી નથી. જીવ પણ પુદ્ગલની માફક વ્યક્તિરૂપે અનંત છે. જીવનું પરિમાણ અણુ કે વ્યાપક ન હોઈ મધ્યમ છે. સર્વ આત્માનું પરિમાણ મધ્યમ છે. સર્વ આત્માનું પરિમાણ મધ્યમ હોવા છતાં તે દરેકની લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ આદિ સરખા નથી. પ્રત્યેક જીવનું આધારક્ષેત્ર જધન્યથી લોકના અસંખ્યાતમાં ભાગનું અથવા અંગુલના અસંખ્યાતમા ભાગનું ગણાય છે, અને ઉત્કૃષ્ટથી તે લોકાકાશના અસંખ્યાત પ્રદેશ વ્યાપક છે.
લોકાકાશ અસંખ્યાત પ્રદેશ છે; તેના અસંખ્યાતમા ભાગની જે કલ્પના થઈ શકે છે તે અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણની છે. આ ભાગ પણ અસંખ્યપ્રદેશી હોય છે; તેવા એક, બે, ત્રણ અને વધતા વધતા-અસંખ્યપ્રદેશી સમગ્ર લોકાકાશરૂપ સમસ્ત લોકમાં પણ એક જીવ રહી શકે છે. જીવદ્રવ્ય અંગુલના અસંખ્યાતમા ભાગનું હોઈ તેટલો પ્રદેશ રોકે છે, પરંતુ કાલાંતરમાં, જીવાંતરમાં એક, બે, ત્રણ, એમ વધતાં સમગ્ર લોકાકાશમાં પણ તે રહી શકે છે. જીવનું અવગાહનક્ષેત્ર સમગ્ર લોકાકાશ કેવલીસમુદ્ધાત પ્રસંગે જ હોઈ શકે છે. જીવ સાથે અનાદિકાળનું સંબંધી કાર્મણ શરીર હોય છે, જે અનંતાનંત પ્રદેશી છે; તેના પરિણામે પ્રત્યેક જીવના પરિમાણમાં ન્યૂનાધિકતા હોય છે. આ કાર્મણ શરીર પણ નિરંતર એકરૂપે નથી; તેના દ્વારા કર્મમાં ન્યૂનાધિકતા થયા કરે છે. આ કારણથી ઔદારિક-આદિ અન્ય શરીર પણ ધૂલ, નાનું, સૂક્ષ્મ, બાદર આદિ અનેક પ્રકારના હોય છે. દ્રવ્ય તરીકે જીવ અરૂપી હોવા છતાં કાર્પણ શરીરના સંબંધથી ઔદારિક આદિ દેહના કારણે મૂર્ત જેવું બની જાય છે; આમ હોઈ પ્રત્યેક જીવ જે જે પ્રમાણમાં દેહ ધારણ