________________
૧૧૨
- તત્વાર્થાધિગમસૂત્ર છે. જીવ અને પુદ્ગલની ગતિમાં ધર્માસ્તિકાય અને સ્થિરતામાં અધર્માસ્તિકાય એ મદદગાર સાધન છે; અર્થાત્ ધર્માસ્તિકાયનું કાર્ય જીવ અને પુદ્ગલને ગતિ આપવાનું અને અધર્માસ્તિકાયનું કાર્ય જીવ અને પુદ્ગલને સ્થિરતા આપવાનું છે.
ભાવાર્થ : પાંચ દ્રવ્યોમાં આકાશ એ આધાર અને બાકીના ચાર આધાર પામનાર છે. ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય, જીવ અને પુદ્ગલ એ ચારે આકાશમાં રહે છે; આકાશ એટલું વિશાળ છે કે તેને કોઈના આધારની આવશ્યકતા નથી; અને તે સ્વયં પ્રતિષ્ઠિત છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવ અને પુદ્ગલ આકાશમાં રહેવા છતાં સમગ્ર આકાશમાં ન રહેતાં પરિમિત આકાશમાં રહે છે; આ ચાર જે પરિમિત આકાશમાં રહે છે તે લોકાકાશ કહેવાય છે. તેના અસંખ્યાત પ્રદેશ છે. લોકાકાશની બહાર ચારે બાજુ અનંત આકાશ છે, જે અલોકાકાશ કહેવાય છે; તેના અનંત પ્રદેશ છે. આ અલોકાકાશમાં કોઈ દ્રવ્ય હોતું નથી.
ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બે સ્કંધરૂપે છે. અને તે દરેક સંપૂર્ણ લોકાકાશવ્યાપી છે. પુદ્ગલ દ્રવ્યનો આધાર લોકાકાશ છે; પરંતુ વ્યક્તિરૂપે તે અનંત હોવાથી તેના પરિણામમાં ફરક રહે છે. પરમાણુ એક આકાશ પ્રદેશમાં, દ્વયણુક-એક યા બે આકાશ પ્રદેશમાં, ત્રયણુ-એકથી ત્રણ આકાશ પ્રદેશમાં, એમ સંખ્યાતામુક, અસંખ્યાતાણુક અને અનંતાનંતાણુક, એકથી માંડી અસંખ્ય આકાશ પ્રદેશમાં રહી શકે છે. આધારભૂત ક્ષેત્રના પ્રદેશની સંખ્યા આધાર પામનાર યુગલના પ્રદેશની સંખ્યાથી ધૂન કે બરાબર હોઈ શકે છે; પરંતુ તેથી અધિક હોઈ શકતી નથી. વિશેષતા એ છે કે અનંતાણુક અને અનંતાનંતાણુક