________________
૨ ૬૦
- તત્વાર્થાધિગમસૂત્ર ચિંતા એ ત્રીજું અને પ્રિય વસ્તુના વિયોગે તેની પ્રાપ્તિ માટે સંકલ્પ એ ચોથું એ ચાર આર્તધ્યાન છે. આર્તધ્યાન અવિરત, દેશવિરત અને પ્રમત્તસંયત ગુણસ્થાન સુધી હોય છે. હિંસા, અસત્ય, ચોરી અને વિષયસંરક્ષણસંબંધીનાં ચાર રૌદ્ર ધ્યાન છે; જે અવિરત અને દેશવિરત ગુણસ્થાન સુધી હોય છે. આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાન એ ચારની વિચારણાનાં નિમિત્તરૂપ ચાર ધર્મધ્યાન છે; તે અપ્રમત્ત સંયત ગુણસ્થાનથી ઉપશમમોહ અને ક્ષીણમોલ ગુણસ્થાન સુધી હોય છે. પહેલાં બે શુક્લ ધ્યાન પૂર્વધરને અને છેલ્લાં બે કલવીને હોય છે. પૃથકત્વવિતર્ક સવિચાર, એકત્વવિતર્ક અવિચાર, સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી અને ભુપતક્રિયા નિવૃત્તિ એ ચાર શુકલ ધ્યાન છે. પહેલું ધ્યાન ત્રણ યોગવાળાને, બીજું એક યોગવાળાને, ત્રીજું સૂક્ષ્મકાયયોગવાળાને અને ચોથું અયોગીને હોય છે. પહેલાં બે સાવલંબી હોઈ શ્રુતના આલંબનવાળા છે; પહેલું સવિચાર અને બીજું અવિચાર છે. વિતર્કનો અર્થશ્રત અને વિચારનો અર્થ અર્થ, વ્યંજન, શબ્દ, યોગ આદિની સંક્રાંતિ છે.
સૂત્ર ૪૭ નિર્જરાનું વર્ણનઃ સમ્યગુદષ્ટિ, શ્રાવક, વિરત, અનંતવિયોજક, દર્શનમોહક્ષપક, ઉપશમક, ઉપશાંતમોહ, ક્ષપક, ક્ષીણમોહ અને જિન એ દશને અનુક્રમે ઉત્તરોત્તર અસંખ્ય ગુણનિર્જરા હોય છે.
સૂત્ર ૪૮-૪૯ નિગ્રંથનું વર્ણન પુલાક, બકુશ, કુશીલ, નિગ્રંથ અને સ્નાતક એ પાંચ પ્રકારે નિર્ગથ હોય છે. સંયમ, શ્રત, પ્રતિસેવના, તીર્થ, લિંગ, વેશ્યા અને ઉપપાત સ્થાન દ્વારા તેમનો વિચાર કરાય છે.
S BE BE