________________
**
તત્વાર્થાધિગમસૂત્ર હોય છે. બાકીના જીવોને અપવર્તનીય આયુ હોય છે. દેવ અને નારક એ બે ઉપપાત જન્મવાળા છે. ચરમદેહી એ છે કે જે તેજ જન્મમાં મોક્ષે જનાર છે, અને તે મનુષ્ય હોય છે. ઉત્તમ પુરુષમાં તીર્થકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ, ગણાય છે, અને તે મનુષ્ય હોય છે. અસંખ્યયવર્ષજીવી માત્ર કેટલાક મનુષ્ય અને તિર્યંચ હોય છે. ત્રીશ અકર્મભૂમિ, છપ્પન-અંતરદ્વિપ અને કર્મભૂમિમાં ઉત્પન્ન થતા યુગ્લિક મનુષ્ય એ અસંખ્યય વર્ષના આયુષ્યવાળા છે. અઢીદ્વીપ બહારના દ્વીપસમુદ્રમાં વસતાં તિર્યંચ પણ અસંખ્યય વર્ષના આયુષ્યવાળા જીવો નિરુપક્રમ અનપર્વતનીય આયુષ્યવાળા હોય છે; જ્યારે ચરમદેહી, અને ઉત્તમપુરુષ સોપક્રમ અનપવર્તનીય આયુષ્યવાળા હોય છે. તેમના સિવાય બાકીના સર્વ મનુષ્ય અને તિર્યંચ અપવર્તનીય અને અનપવર્તનીય એ બે પ્રકારના આયુષ્યવાળા હોય છે.
આયુષ્ય પૂરું ભોગવવાના કાળમાં ન્યૂનતા થતી હોવા છતાં તેનો કોઈ ભાગ વિપાકનુભવ વિના છૂટતો ન હોવાથી બંધેલ કર્મની નિષ્ફળતા કે કૃતકર્મના નાશનો પ્રશ્ન ઉભો થતો નથી; બાંધેલ કર્માનુસાર મૃત્યુ પણ નિશ્ચિત હોવાથી અકૃતકર્મના આગમનનો પણ પ્રશ્ન ઉદ્ભવતો નથી. આમાં તો માત્ર આયુષ્ય ભોગવવાના કાળમાં જ ન્યૂનતા થાય છે; પરંતુ આયુષ્ય તો પૂરેપૂરું વિપાકથી ભોગવવું પડે છે. ઘાસની ગાંસડીમાં નાખેલ અગ્નિનો તણખો તે ગાંસડીને ધીમે ધીમે બાળે છે અને છૂટી ઘાસની ઢગલીમાં નાખેલ અગ્નિનો તણખો તેને જલદી બાળે છે તે રીતે અપવર્તનીય અને અનપવર્તનીય આયુષ્યનું કાર્ય થાય છે. આ વસ્તુ સમજાવવા સૂત્રકાર ભાષ્યમાં ગણિત પ્રક્રિયાનું અને વસ્ત્ર સૂકવવાનાં એ બે દષ્ટાંત આપે છે. નિપુણ ગણિત જાણનાર