________________
તત્વાર્થાધિગમસૂત્ર ઉત્તરે-હરિવર્ષ અને તેની ઉત્તરે મહાવિદેહલોત્ર છે, તેની ઉત્તરે રમ્યકક્ષેત્ર, તેની ઉત્તરે ઐરણ્યવંત, અને તેની ઉત્તરે ઐરાવત ક્ષેત્ર છે. આ દરેક ક્ષેત્ર પૂર્વ પશ્ચિમ લાંબા એવા હિમવાનું, મહાહિમવાનું, નિષધ, નીલ, રુકમી અને શિખરી એ છ વર્ષધરપર્વતોએ જુદા પડેલા છે. ધાતકીખંડમાં જંબૂઢીપ કરતાં મેર, ક્ષેત્ર, પર્વત, આદિની સંખ્યા બમણી છે. એટલે ત્યાં બે મેરુ, ચૌદ ક્ષેત્ર, અને પૂર્વ પશ્ચિમ વિસ્તારના બાર વર્ષઘર પર્વત છે. તેમનાં નામ એક સરખાં છે. પૂર્વાર્ધ અને પશ્ચિમાઈ એ ભાગના કારણે મેરુ, ક્ષેત્ર અને વર્ષઘરની સંખ્યા બમણી થાય છે. એ ધાતકીખંડના બે ભેદ પાડવાનું કારણ ઉત્તર, દક્ષિણ, વિસ્તારના ઈષ-બાણ આકારના પર્વતો છે, જે તેના ઉત્તર અને દક્ષિણ એ બે ભાગમાં આવેલા છે. પુષ્કરાઈ દ્વિીપમાં પણ બે મેરુ, ચૌદ ક્ષેત્ર, અને પૂર્વ પશ્ચિમ વિસ્તારના બાર પર્વતો છે. આ દ્વીપ પણ ઈબ્રુઆકાર પર્વતથી પૂર્વ પશ્ચિમ એ બે અર્ધમાં વહેંચાયેલ છે. પુષ્કરવર દ્વીપમાં માનુષોત્તર પર્વત છે; જે મનુષ્ય લોકને વીંટળાયેલ છે. આમ જંબૂદ્વીપ, ધાતકીખંડ અને અર્ધપુષ્કર દ્વીપ એમ અઢી દ્વિીપમાં પાંચમે, પાંત્રીશક્ષેત્ર અને ત્રીશ વર્ષધર થાય છે; પાંચ દેવકુર, પાંચ ઉત્તરકુરુ, પાંચ મહાવિદેહ અને તેની એકસો સાઠ વિજય, પાંચ ભરત અને પાંચ ઐરાવત પણ એ અઢીદ્વીપમાં છે. આ બસો પંચાવન આર્યદેશ ગણાય છે. છપ્પન અંતધ્વીપ લવણસમુદ્રમાં આવેલા છે. જંબૂદ્વીપ, ધાતકીખંડ, અને અર્ધપુષ્કરવરદ્વીપ તેમજ લવણ અને કાળોદધિ એ બે સમુદ્ર મનુષ્યલોકમાં છે. માનુષોત્તર પર્વત બહાર કોઈ મનુષ્ય જન્મ કે મરણ પામતો નથી. - વિદ્યા સંપન્ન, વૈક્રિયલબ્ધિ યુક્ત કોઈ કોઈ મનુષ્ય વિદ્યા,