________________
તત્વાર્થાધિગમસૂત્ર
પ્રથમ ગિરિનું નામ હિમવત નામ બીજું સૂણતાં, મહાહિમવત હૃદય ધારું, નિષધ ત્રીજું બોલતાં; નામ ચોથું નીલવંતજ, પાંચમુ રુકમી ગયું, શિખરી છઠ્ઠું નામવદતાં, મોહના મર્મજ હતું. (૧૩) જંબુદ્રીપે સાત ક્ષેત્રો, છની સંખ્યા ગિરિતણી, ધાતકીખંડ દ્વીપ બીજે, બમણી સંખ્યા સૂત્રે ભણી, પુષ્કર નામે દ્વીપ અર્થે, ધાતકી વત્ જાણવી, જંબુદ્રીપથી સર્વ વસ્તુ, દ્વિગુણી અવધારવી. (૧૪) અર્થ : જંબુદ્રીપમાં ભરત નામે સુંદરક્ષેત્ર છે, વળી યુગલિકને સુખકર એવા હૈમવત અને રિવર્ષ એ બે ક્ષેત્રો છે. તે ઉપરાંત પુણ્યવંત અને મંગલકારી એવું મહાવિદેહ ક્ષેત્ર પણ છે, તે પછી ભોગભૂમિ સદૃશ રમ્યક અને ઐરણ્યવંત એ બે ક્ષેત્રો છે, અને છેલ્લું ઐરાવત નામનું ક્ષેત્ર છે. આ સાત ક્ષેત્રોને જુદા પાડનાર છ પર્વતો છે. તે પૂર્વ પશ્ચિમ લાંબા અને સુંદર નામવાળા છે. તેમના નામ અનુક્રમે હિમવંત, મહાહિમવંત, નિષધ, નીલ રુકમી અને શિખરી એ પ્રમાણે છે. આ નામ લેવાથી મોહના મર્મ ભેદી શકાય છે.
૭૫
જંબુદ્રીપમાં સાત ક્ષેત્ર અને છ વર્ષઘર પર્વત, ધાતકીખંડમાં ચૌદ ક્ષેત્ર અને બાર વર્ષધર-પર્વત. જંબુદ્રીપથી બમણા એવા ઘાતકીખંડના સમાન એવા પુષ્કરાર્ધ દ્વીપમાં પણ ચૌદ ક્ષેત્ર અને બાર વર્ષધર છે.
ભાવાર્થ : જંબુદ્રીપમાં સાત ક્ષેત્ર છે; જે વર્ષ, વાસ્થ, ખંડ આદિ નામે ઓળખાય છે. તેની મધ્યમાં મેરુપર્વત છે; વ્યવહાર સિદ્ધ દિશાના નિયમાનુસાર મેરુપર્વત એ સાતે ક્ષેત્રની ઉતરે છે. જંબુદ્ધીપની દક્ષિણે ભરતક્ષેત્ર, તેની ઉત્તરે હૈમવંતક્ષેત્ર, તેની