________________
તત્વાર્થાધિગમસૂત્ર ચાર નિક્ષેપ :
ભાવાર્થ : જ્ઞાન મેળવવાનાં સાધન તે નિક્ષેપ કહેવાય છે. તે ચાર પ્રકારના છે. વસ્તુને ઓળખવાનો સંકેત એ નામ છે, વસ્તુની ગેરહાજરીમાં અન્ય વસ્તુમાં તેનું પ્રતિનિધિત્વ આરોપવું તે સ્થાપના છે, વસ્તુની ભૂત અને ભાવિ અવસ્થા તે દ્રવ્ય છે, વસ્તુની વર્તમાન અવસ્થા તે ભાવ છે. ઉદા. ભ. મહાવીરનું નામ તે નામ તીર્થંકર છે. તેમના અભાવમાં મૂર્તિમાં તેમનું પ્રતિનિધિત્વ આરોપવું તે સ્થાપના તીર્થકર છે. તેમની તીર્થકર નામ નિકાચિત કરવાથી શરૂ થતી અને કેવળજ્ઞાનપ્રાપ્તિ સુધીની અવસ્થા તેમજ મોક્ષે ગયા પછીની સિદ્ધ અવસ્થા તે દ્રવ્ય તીર્થકર છે. કેવળજ્ઞાન પ્રાપ્તિથી શરૂ થતી તીર્થ પ્રવર્તાવવા આદિથી મોક્ષ ગમન સુધીની અવસ્થા તે ભાવ તીર્થકર છે. આમ ચાર પ્રકારે દરેક વસ્તુનો વિચાર કરતાં જીવનો જ્ઞાનવિકાસ થાય છે.
સૂત્ર - માનવૈરમિ : દા અનુવાદ ઃ જીવ આદિ સાત તત્ત્વો પ્રમાણ-નયથી ધારતાં, 'જ્ઞાન તેનું થાય સુંદર વસ્તુતત્ત્વ વિચારતાં;
અનંત ધર્મધારી વસ્તુ અનેક ભેદે જે ગ્રહે,
કહેવાય તે પ્રમાણ ને નયે એક ભેદને સદ્ધહે (૬) પ્રમાણ અને નય :
અર્થઃ જીવ અજીવ આદિ સાત તત્ત્વોનું જ્ઞાન પ્રમાણ અને નય દ્વારા થાય છે, જેનાથી સુંદર તત્ત્વો વિચારી શકાય છે. અનંતગુણ પર્યાયવાળી દરેક વસ્તુને અનેકરૂપે અવલોકી તેના ૧. કથાનુયોગમાં કેવળજ્ઞાનીના કથનથી દ્રવ્ય તીર્થકર તરીકે વર્તતા
જીવનું તેમજ તેમની પ્રતિમાનું થતું સન્માન, પૂજન આદિના દૃષ્ટાંતો છે; જે દ્રવ્ય તીર્થકરનો કાળ ખૂબ આગળ પણ ખેંચી જાય છે.