________________
૯
તત્વાર્થાધિગમસૂત્ર
ધર્મોનો સમન્વય કરી તેનો સ્વીકાર કરવો તે પ્રમાણ છે. અનંતગુણપર્યાયવાળી વસ્તુના જુદા જુદા ગુણપર્યાયો જુદા જુદા સમયે અને જુદી જુદી અપેક્ષાએ મુખ્ય તરીકે સ્વીકારી બાકીના ગૌણ માનવા તે નય છે.
ભાવાર્થ : પ્રમાણ અને નય જ્ઞાન મેળવવાનાં સાધન છે. દરેક પદાર્થમાં અનંત ગુણ પર્યાય રહેલા છે, તે કારણથીતે દરેકમાં અનંત શક્તિ છે. બધા ગુણ, શક્તિ અને પર્યાય આદિ જુદા પાડી તેમાં અપેક્ષાનુસાર મુખ્ય અને ગૌણ એવા ભેદ પાડનાર વિચારધારા તે નય છે. આવા અનેક નયોના સમૂહદ્વારા વસ્તુના સ્વરૂપનું સંપૂર્ણ સ્વરૂપ વિચારવું તે પ્રમાણ છે. (સૂત્રકાર પ્રમાણ અને નયનું સ્વરૂપ આગળ દર્શાવવાના છે).
અનુયોગદ્વાર :
ill
માતા
सूत्र - निर्देशस्वामित्वसाधनाधिकरणस्थितिविधानतः ॥७॥ सत्सङ्ख्या क्षेत्रस्पर्शनकालान्तरभावाल्पबहुत्वैश्च અનુવાદ : નિર્દેશ ને સ્વામિત્વ બીજું ત્રીજું સાધન જાણવું, અધિકરણ ચોથું સ્થિતિ ને વળી વિધાન છઠ્ઠું ભાવવું, સાતમું સત્પદપ્રરૂપણા આઠમું સંખ્યા કહ્યું, ક્ષેત્ર, સ્પર્શન, કાલ, અત્તર, ભાવ તેરમું સદ્દહ્યું (૭) અલ્પ બહુત્વ ચૌદમું છે જ્ઞાન સમ્યગ્ જાણવા, પ્રમાણ ને નયના પ્રમાણે સર્વ ભેદો ભાવવા;
આ ચૌદ પ્રશ્ને જ્ઞાન સાચું મેળવી મુક્તિ વરે, ઋભાવે જીવ ભાવો ભાવતા ભવ નિસ્તરે. (૮) અર્થ : નિર્દેશ, સ્વામીત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ, વિધાન, સત્, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાળ, અંતર, ભાવ અને