________________
૨૫૭
તત્વાર્થાધિગમસૂત્ર ઉચ્છવાસ, વિહાયોગતિ, પ્રત્યેક શરીર, સાધારણ શરીર, ત્રસ, સ્થાવર, સુભગ, દુર્ભગ, સુસ્વર, દુઃસ્વર, શુભ, અશુભ, સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત, સ્થિર, અસ્થિર, આદેય, અનાદેય, યશ, અપયશ અને તીર્થકર એ બેંતાલીશ ભેદ નામ પ્રકૃતિના છે. ઉચ્ચ અને નીચ એ બે ગોત્ર છે. દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય એ પાંચ અંતરાય કર્મના ભેદ છે.
સૂત્ર ૧૫ થી ૨૧ પ્રત્યેક પ્રકૃતિની સ્થિતિનું વર્ણન જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને અંતરાય એ ચાર પ્રકૃતિ દરેકની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોટાકોટી સાગરોપમની છે. મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તેર કોટાકોટી સાગરોપમની છે. નામ અને ગોત્ર એ દરેકની ઉત્કૃષ્ટ સ્થિતિ વિશ કોટાકોટી સાગરોપમની અને આયુની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમની છે. વેદનીયની બાર મુહૂર્તની, નામ અને ગોત્ર એ દરેકની આઠ મુહૂર્તની અને બાકીના જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, આયુષ્ય અને અંતરાય એ દરેક એમ પાંચની અંતઃમુહૂર્તની જઘન્ય સ્થિતિ છે.
સૂત્ર ૨૨ થી ૨૪ રસબંધનું સ્વરૂપઃ કર્મફળનો અનુભવ તે વિપાક છે. તે મૂળ અને ઉત્તર પ્રકૃતિ અનુસાર હોય છે. તે વિપાકથી નિર્જરા થાય છે.
સૂત્ર ૨૫ પ્રદેશબંધનું સ્વરૂપઃ કર્મપ્રકૃતિના કારણરૂપ એક ક્ષેત્રમાં રહેલા, અનંતાનંતપ્રદેશી સૂક્ષ્મસ્કંધ યોગના કારણે સર્વ બાજુથી સર્વ આત્મપ્રદેશોમાં બંધ પ્રાપ્ત કરે છે.
સૂત્ર ૨૬ પુણ્ય પ્રકૃતિનાં નામ શાતા વેદનીય, સમ્યકત્વ મોહનીય, હાસ્ય, રતિ, પુરુષવેદ, શુભઆયુ, શુભનામ, શુભગોત્ર એ પુણ્ય પ્રકૃતિ છે. બાકીની પાપ પ્રકૃતિ છે.