________________
૨૫૬
તત્વાર્થાધિગમસૂત્ર
અધ્યાય-૮ -
બંધ સ્વરૂપ :
સૂત્ર ૧ થી ૩ વ્યાખ્યાઃ મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ બંધહેતુ છે. કષાયના કારણે જીવ કાર્પણ પુદ્ગલ ગ્રહણ કરે છે તે બંધ છે.
સૂત્ર ૪ થી ૧૪ પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ-રસ અને પ્રદેશ એ બંધના પ્રકાર છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય એ આઠ પ્રકૃતિ બંધના ભેદ છે. તે દરેકના અનુક્રમે પાંચ, નવ, બે અઠાવીશ, ચાર, બેંતાલીશ, બે અને પાંચ પ્રભેદ છે. મતિ આદિ પાંચ જ્ઞાનાવરણ છે. ચક્ષુદર્શન, અચલુન્દર્શન, અવધિદર્શન, કેવલદર્શન, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલપ્રચલા અને ત્યાનધિ એ નવ દર્શનાવરણ છે. શાતા અને અશાતા એ બે વેદનીય છે. મોહનીયના દર્શન અને ચારિત્ર્યમોહ એ બે ભેદ છે. દર્શનમોહના સમ્યકત્વ, મિથ્યાત્વ અને તંદુભય-મિશ્ર એ ત્રણ ભેદ છે. ચારિત્રમોહના કષાયમોહ અને નોકષાયમોહ એ બે ભેદ છે. કષાયમોહના અનંતાનુબંધી ચાર કષાય, અપ્રત્યાખ્યાની ચાર આ કષાય, પ્રત્યાખ્યાની ચાર કષાય અને સંજવલન ચાર કષાય એમ સોળ ભેદ છે. નોકષાય મોહનીયના હાસ્ય, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ એ નવ ભેદ છે. આમ દર્શનમોહના ત્રણ, કષાયમહના સોળ અને નોકષાયમોહના નવ એમ અઠ્ઠાવીશ ભેદ મોહનીયના છે. નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર આયુ છે. ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ, નિર્માણ, બંધન, સંઘાત, સંસ્થાન, સંહનન, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, આનુપૂર્વી, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, આતપ, ઉદ્યોત,