________________
તત્વાર્થાધિગમસૂત્ર
૧૭૭ સુખાનુબંધ અને નિદાન-નિયાણું એ પાંચ સંલેખના-વ્રતના અતિચાર છે. તે ટાળવાથી વિરતિના સંગે ભાવના-વાસના સુંદર થાય છે. પરોપકાર અંગે વસ્તુનો ત્યાગ કરતાં મૂર્છા છૂટે છે અને દાનધર્મ થાય છે. વિધિ, દ્રવ્ય, દાતા, પાત્ર આદિના કારણે દાનની વિશેષતા છે.
ભાવાર્થ : પૂજા, સત્કાર આદિની લાલચે જીવવાની ઇચ્છા કરવી તે જીવિસાશંસા છે. સેવા, સત્કાર આદિના અભાવે મરણની ઇચ્છા કરવી તે મરણાસા છે. મિત્ર, કુટુંબ આદિ પર સ્નેહબંધન તે મિત્રાનુરાગ છે. અનુભવેલ સુખનું સ્મરણ તે સુખાનુબંધ છે. તપ, ત્યાગ આદિના ફળરૂપે ભોગની ઇચ્છા તે નિદાન છે. આ પાંચ સંલેખના વ્રતના અતિચાર છે.
સર્વ સગુણનું મૂળ દાન છે. ચાર પ્રકારના ધર્મમાં દાનનું સ્થાન પહેલું છે. દાન, શીલ, તપ અને ભાવ એ ધર્મના ચાર પ્રકાર છે. દાન પર સગુણના વિકાસનો આધાર છે; તે ઉપરાંત સમાજ વ્યવસ્થામાં સમાનતા આણવાનું તે સાધન છે. ન્યાયોપાર્જિત વસ્તુ બીજાને આપવી તે દાન છે. આવું દાને આપનાર તથા સ્વીકારનાર બંનેને ઉપકારક બને છે. દેનારની મૂછ છૂટે છે અને લેનારને સંતોષ થતાં સમભાવ પ્રાપ્ત થાય છે. દાન દાનરૂપે સમાન હોવા છતાં તેના ફળની તરતમતાના કારણો ચાર પ્રકારના છે. (૧) વિધિ, (૨) દ્રવ્ય, (૩) દાતા અને (૪) પાત્ર. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ વિચારી સિદ્ધાંત સાચવી વિવેકપૂર્વક કલ્પી શકે તેવી વસ્તુ આપવી તે વિધિવિશેષ છે. લેનારને જીવનયાત્રામાં તે વસ્તુ પોષક હોઈ તેના ગુણવિકાસનું સાધન છે તે દ્રવ્યની વિશેષતા છે. લેનાર પ્રતિ શ્રદ્ધા, આદરભાવ, માન ધરાવી આપવું અને આપ્યા પછી ખેદ