________________
તત્વાર્થાધિગમસૂત્ર
૧૨૧
છે, તે જ સમયે તેના જુદા જુદા ભાગમાં કોઈ નવું દ્રવ્ય સંમિલિત થાય છે. આ રીતે બનતા સ્કંધ સંઘાતભેદથી થાય છે, આ સ્કંધો પણ દ્વિપ્રદેશીથી માંડી અનંતાનંત પ્રદેશી હોય છે.
પરમાણુ કોઈ દ્રવ્યનું કારણ નથી; તેની ઉત્પત્તિમાં બે દ્રવ્યનો સંઘાત હોતો નથી. દ્રવ્યદૃષ્ટિએ પરમાણુ નિત્ય છે; પરંતુ યથાર્થ દૃષ્ટિએ તે ભેદજનિત છે. કોઈ વખત જુદા પડી રહેવું તે પરમાણુની બે અવસ્થા છે. જુદા પડી સ્વતંત્ર રહે તો પરમાણુ સ્કંધના ભેદથી ઉત્પન્ન થાય છે; શુદ્ધ પરમાણુ નિત્ય હોઈ તેની ઉત્પત્તિમાં ભેદ કે સંઘાત કારણરૂપ નથી.
પુદ્ગલ સ્કંધ બે પ્રકારના છે ઃ (૧) ઇન્દ્રિયગ્રાહ્ય અને (૨) ઇન્દ્રિયઅગ્રાહ્ય; તેને અનુક્રમે ચાક્ષુષ અને અચાક્ષુષ સ્કંધ પણ કહેવામાં આવે છે. સૂક્ષ્મ એવો અચાક્ષુષ સ્કંધ નિમિત્તના કારણે સૂક્ષ્મતા તજી બાદર એવો ચાક્ષુષ સ્કંધ પણ બની શકે છે; હેતુ, ભેદ અને સંઘાત એ ત્રણનું સંયુક્ત કાર્યના કારણે તેમ બને છે. સ્કંધમાંના સૂક્ષ્મત્વ પરિણામ નિવૃત્ત થાય છે ત્યારે તે સ્થૂલત્વ પરિણામ ધારણ કરે છે; તે પ્રસંગે તે સ્કંધમાં નવા અણુ ઉમેરાય છે, અને તેમાંના કેટલાક અણુ તે જ સમયે પૃથક્ છૂટા પણ થાય છે. સૂક્ષ્મ પરિણામની નિવૃત્તિ અને સ્થૂલ પરિણામની પ્રાપ્તિ માત્ર નવા પરમાણુના મિલન અને સ્કંધમાંના પરમાણુના પૃથક્કરણ માત્રથી થતી નથી; પરંતુ તેમાં હેતુ પણ ભાગ ભજવે છે. સ્થૂલત્વ બાદર પરિણામ સિવાય સ્કંધ ચાક્ષુષ બનતો નથી; ભેદના બે અર્થ છે. (૧) પૂર્વ પરિણામની નિવૃત્તિ અને નવા પરિણામની ઉત્પત્તિ (૨) સ્કંધનું તૂટવું અને તેમાંથી અણુનું છૂટા પડવું. સૂક્ષ્મસ્કંધ પરિણામ પામી ચાક્ષુષ બને છે ત્યારે તેમ બનવા માટે વિશિષ્ટ અનંત અણુ સંખ્યાની પણ અપેક્ષા રહે છે. માત્ર સૂક્ષ્મ