________________
૭૨
તત્વાર્થાધિગમસૂત્ર આત્મપ્રદેશ સાતમી નારકભૂમિ સુધી ફેલાવે છે. મિત્ર નારકદેવને દુઃખમુક્ત કરવાની ભાવનાથી મિત્ર દેવો પણ ત્રણ નારકભૂમિ સુધી જઈ શકે છે. નારકપાલ એવા પરમાધામી દેવો જન્મથી ત્રણ નારકભૂમિ સુધી હોય છે. વૈક્રિય લબ્ધિના પ્રયોગથી મનુષ્ય અને તિર્યંચ પણ ત્રણ નારકભૂમિ સુધી ગતિ કરી શકે છે. મનુષ્યલોકનું વર્ણન :सूत्रः - जंबूद्वीपलवणादयः शुभनामानो द्वीपसमुद्राः ॥७॥
द्विििवष्कभाः पूर्वपूर्वपरिक्षेपिणो वलयाकृतयः ॥८॥ तन्मध्ये मेस्ताभिर्वृत्तो योजनशतसहस्रविष्कंभो
અનુવાદ : જંબૂઢીપ તે સરસ નામે, પ્રથમ દ્વીપ જ સર્વમાં;
લવણ નામે પ્રથમ ઉદધિ, પ્રસિદ્ધ છે વળી સૂત્રમાં આદિ શબ્દ શાસ્ત્ર સાખે, દ્વીપને વળી સાગરા, અસંખ્ય છે અવિશુભ નામે, વદે બહુશ્રુત ગણધરા. (૭) એક દ્વીપથી ઉદધિ બીજો, ક્રમ થકી દ્વીપ સાગર, વિસ્તારથી બમણા કહે છે. સૂત્રપાઠ મુનિવરા; એકથી વળી એક બીજા, વીંટી વીંટીને રહ્યા, ગોળ કંકણ આકૃતિ જેમ, ભાવથમેં સદહ્યા, (૮) સર્વ દ્વીપ સમુદ્ર મધ્યે, જંબૂદ્વીપ જ દેખતા, મેરુ પર્વત નાભિ સરખો, જ્ઞાનદષ્ટિ જાવતાં; આકૃતિમાં દ્વીપ જંબૂ, થાળ સરખો માનવો, વિસ્તારમાં તે લાખ યોજન ગુણ નિધિ અવધારવો. (૯)
અર્થ: સૂત્રમાં પ્રસિદ્ધ જંબૂદ્વીપ અને લવણ સમુદ્ર છે; તે ઉપરાંત અસંખ્ય દ્વીપ અને સમુદ્રની શાસ્ત્ર સાક્ષી આપે છે. બહુશ્રુત