________________
૭૩
તત્વાર્થાધિગમસૂત્ર અને ગણધરો તેમને શુભ નામવાળા કહે છે. દ્વીપ, સમુદ્ર, દ્વીપ, સમુદ્ર એ ક્રમે બમણા બમણા વિસ્તારથી તે આવેલા છે; એમ મુનિવરો કહે છે. તે દરેક એક બીજાને વીંટીને ગોળ અને કંકણ આકૃતિએ રહ્યા છે. તે સર્વ દ્વીપ અને સમુદ્રની મધ્યમાં જંબૂદ્વીપ છે; જેની નાભિ તરીકે મેરુ પર્વત છે, તે આકૃતિએ થાળી જેવો અને વિસ્તારમાં લાખ યોજન છે.
ભાવાર્થ : મધ્યલોકમાં શુભ નામવાળા અસંખ્ય દ્વીપ અને સમુદ્રો છે; તે દ્વીપ અને સમુદ્ર એ ક્રમે વ્યવસ્થિત રહ્યા છે, તેની મધ્યમાં જંબૂદ્વીપ છે. તેનો પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ વિસ્તાર લાખ યોજનપ્રમાણ છે. તેને વીંટળાઈને કંકણાકૃતિએ બમણા વિસ્તારનો લવણ સમુદ્ર છે. તે પછી કંકણ આકૃતિએ બમણા વિસ્તારનો ધાતકીખંડ દ્વીપ છે; તેને વીંટળાઈ બમણા વિસ્તારમાં કાળોદધિ સમુદ્ર પડ્યો છે, તે પછી બમણા વિસ્તારમાં કંકણ આકૃતિએ પુષ્કરવર દ્વીપ છે, તેને વીંટળાઈને બમણા વિસ્તારનો પુષ્કર સમુદ્ર રહેલો છે. આમ બમણા બમણા વિસ્તારના અસંખ્ય દ્વીપ સમુદ્રો રહેલા છે, જેના અંતે સ્વયંભૂરમણ સમુદ્ર છે. મધ્યનો જબૂદ્વીપ થાળીની માફક ગોળ છે, જ્યારે બાકીના દ્વીપ અને સમુદ્ર વલય-ચૂડીના આકારે ગોળ છે; જંબૂદ્વીપ પહેલો અને સર્વની મધ્યમાં છે. તેની મધ્યમાં - નાભિરૂપે મેરુપર્વત છે.
મેરુપર્વતની ઊંચાઈ એક લાખ યોજન છે. તેનો એક હજાર યોજન ભાગ જમીનમાં અને બાકીનો નવાણું હજાર યોજન ભાગ જમીન ઉપર છે. જમીનનો એક હજાર યોજન ભાગ ચારે બાજુ વિસ્તારમાં દશ હજાર યોજન છે, બહારનો ભાગ જયાંથી શિખરનીકળવાની શરૂઆત થાય છે તે વિસ્તારમાં હજાર યોજન છે. મેરુપર્વતના ત્રણ વિભાગ છે :