________________
૨૦૭
તત્વાર્થાધિગમસૂત્ર ૯. નિઝરાભાવના :
તપ્તવહિનાં તાપ થકી જેમ, સ્વર્ણ મેલ તે થાયે દૂર, દ્વાદશ વિધ તપથી આ આતમા, કર્મવૃન્દ કરે ચકચૂર; અણિમાદિક લબ્ધિઓ એનું, આનુષાંગિક કાર્ય ગણાય,
દઢપ્રહારી ચાર મહા-હત્યાકારી પણ મોક્ષે જાય છે ૧૦. ધર્મભાવના :
સૂર્યચન્દ્ર ઊગે ને વરસે, જલધર જગ જલમય નવ થાય, શ્વાપદ જન સંહાર કરે નહીં, વતિથી નવ વિશ્વ બળાય; શ્રીજિન ભાષિત ધર્મ પ્રભાવે, ઈષ્ટ વસ્તુ ક્ષણમાંય પમાય,
કરુણાકર ભગવંત ધર્મને, કોણ મૂર્ખ મનથી નવ હાય ! ૧૧. લોકસ્વરૂપ ભાવના :
કટિપર સ્થાપિત હસ્ત પ્રસારિત-પાદ પુરુષના જેવો જેહ, ષડૂ દ્રવ્યાત્મક લોક અનાદિ, અનંત સ્થિતિ ધરનારો તેહ; ઉત્પત્તિ-વ્યય-ધ્રૌવ્ય યુક્ત તે, ઊર્ધ્વ અધોને મધ્ય ગણાય,
લોકસ્વરૂપ વિચાર કરતા, ઉત્તમ જનને કેવળ થાય છે. ૧૨. બોધિદુર્લભ ભાવના :
પ્રથમ નિગોદ પછી સ્થાવરતા, ત્રસતા પઍક્રિયતા હોય, મનુષ્યપણું પામીને ધર્મ-શ્રવણથી સમકિત પામે કોય; સુરમણિ સુરઘટ સુરતરુમહિમા, એની પાસે અલ્પ ગણાય,
બોધિ રત્નની દુર્લભતા તે, એક જીભથી કેમ કહાય ! પરિષહનું વર્ણન : सूत्रः - मार्गाच्यवननिर्जरार्थं परिषोढव्याः परीषहाः ॥८॥
क्षुत्पिपासाशीतोष्णदंशमशकनाग्न्यारतिस्त्रीचर्यानिषद्याशय्याऽऽक्रोशवधयाचनाऽलाभरोगतृणस्पर्शमलसत्कारपुरस्कारप्रज्ञाऽज्ञानादर्शनानि ॥९॥ सूक्ष्मसंपरायच्छद्मस्थवीतरागयोश्चतुर्दश ॥१०॥