________________
૨૦૮
તત્વાર્થાધિગમસૂત્ર एकादशजिने ॥११॥ बादरसंपराये सर्वे ॥१२।। ज्ञानावरणे प्रज्ञाऽज्ञाने ॥१३॥ दर्शनमोहान्तराययोरदर्शना लाभौ ॥२४॥ चारित्रमोहे नाग्न्यारतिस्त्रीनिषद्याऽऽक्रोशयाचनासत्कारपुरस्काराः ॥१५॥ ચેલે પાર ઉદ્દા
एकादयो भाज्या युगपदेकोनविंशतः ॥१७॥ અનુવાદ : માર્ગથી ન પડાય ને વળી, નિર્જરા હોય કર્મની,
એજ કાજે સહન કરતાં, પરીષહોને મર્મથી; સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક પરીષહો, નગ્નતા, અરતિ, સ્ત્રીચર્યા, મુનિ સદા સહતા અહો. (૬) નિષદ્યા, શય્યા, વળી આક્રોશ, વધ, ને યાચના અલાભ રોગ ને સ્પર્શ તૃણનો મલિનતાને માનના; પ્રજ્ઞા, અજ્ઞાને, વળી અદર્શન, સર્વસંખ્યા મેં સુણી, બાવીશની તે થાય સારી, પરીષહ સહતા ગુણી. (૭) સંપરાય સૂકમ દશમા, ગુણના ધારક મુનિ, છદમધારી વીતરાગી, સહે, ચૌદ પરીષહી; જિન વિશે અગિયાર જાણ્યા, સર્વ નવ ગુણસ્થાનમાં, પ્રજ્ઞા અને અજ્ઞાન એ બે, પ્રથમ કર્મે જ્ઞાનના. (૮) દર્શનમોહનીય ઉદયે, શુદ્ધ દર્શન નવિ રહે, અત્તરાય તણા પ્રભાવે, લાભ કાંઈ નવિ મળે; ચારિત્ર્ય મોહે અચેલ, અરતિ, સ્ત્રી, નિષદ્યા જાણવા. આક્રોશ, યાચન માનનાએ, સાત પરીષહ માનવા. (૯)