________________
૨૦૬
તત્વાર્થાધિગમસૂત્ર
૫. અન્યત્વભાના :
જેમ નલિની જળમાં નિત્યે, ભિન્ન રહે છે આપ સ્વભાવ, તેમ શરીરે ચેતન રહે છે, અન્યપણું એ રીતે ભાવ; ભેદ જ્ઞાન નિશ્ચળ ઝળહળતું, સર્વભાવથી જ્યારે થાય, ત્યજી મમતા ગ્રહી સમતા ચેતન, તત્વણ મુક્તિ પુરીમાં જાય ॥ ૬. અશુચિભાવના :
છિદ્ર શતાન્વિત ઘટ મદિરાનો, મદ્ય બિન્દુઓ ઝરતો હોય, ગંગા જળથી ધોવે તો પણ, શુદ્ધ કરી શકશે શું કોય; દેહ અશુચિ છે છિદ્રાન્વિત, મલમૂત્રાદિકનો ભંડાર, નાવો ધોવો ચંદન ચરચો, તો પણ શુદ્ધ નહીં જ થનાર ॥ ૭. આશ્રવભાવના : (શાર્દૂલ)
જ્યાં આ જીવ અનુભવી સુખ-દુઃખો, કર્માંશને નિર્ઝરે, ત્યાં તો આશ્રવ શત્રુઓ ક્ષણક્ષણે, કર્મો ઘણાએ ભરે; મિથ્યાત્વાદિક ચાર મુખ્ય રિપુઓ, રોકી શકાએ નહિં, ને આ ચેતન કર્મભાર ભરીયો, જાયે ન મુક્તિ મહિં | ૮. સંવરભાવના : (સવૈયા)
સમ્યક્ત્વ મિથ્યાત્વ દ્વારને, સંયમથી અવિરતિ રોકાય, ચિત્તતણી સ્થિરતાની સાથે, આર્તરૌદ્ર ધ્યાનો નવ થાય; ક્રોધ ક્ષમાથી માન માર્દવથી, માયા આર્જવથી ઝટ જાય, સંતોષ સેતુ બાંધ્યો લોભ-સમુદ્ર કદી નવ વિકૃત થાય II ગુપ્તિ ત્રયથી મન વચનને, કાયાના યોગો રુંધાય, એમ આશ્રવના દ્વારો સઘળાં, સંવર બેઠે બંધ જ થાય; સંવર ભાવના ઈવિધભાવી, જો આચાર વિષેય મૂકાય, તો શું સઘળાં સંસ્કૃતિના દુઃખથી ચેતન શું મુક્ત ન થાય ! II