________________
તત્વાર્થાધિગમસૂત્ર
૨૩
પર્યાયથી જાણી શકે છે. મનઃ પર્યાયજ્ઞાન અવિધ જ્ઞાનના અનંતમા ભાગના વિષય અને તેના પરિમિત પર્યાય જાણી શકે છે.
ભાવાર્થ : મતિ અને શ્રુત એ બે જ્ઞાનની પ્રવૃત્તિ સર્વ દ્રવ્ય પરત્વે છે; પરંતુ તે તેના કેટલાક મર્યાદિત પર્યાય પૂરતી છે. અવધિ-જ્ઞાનની પ્રવૃત્તિ માત્રરૂપી દ્રવ્ય અને તેના કેટલાક પર્યાય પૂરતી છે. મન:પર્યાયજ્ઞાનની પ્રવૃત્તિરૂપી દ્રવ્યના અનંતમા ભાગના દ્રવ્ય અને તેના મર્યાદિત પર્યાય પૂરતી છે. મન:પર્યાયજ્ઞાન દ્વારા સંયત મુનિ અઢી દ્વીપમાં રહેલ સંજ્ઞી જીવના મનમાં ચિંતવેલ દ્રવ્યના પર્યાયો માત્ર જાણી શકે છે.
દ્રવ્યરૂપે જાણવાની અપેક્ષાએ મતિ અને શ્રુતના વિષય સમાન છે, પરંતુ મતિ કરતાં શ્રુતજ્ઞાન વધારે પર્યાય જાણી શકે છે; તેમ છતાં બંને માત્ર પરિમિત પર્યાય જાણી શકે છે, અવધિજ્ઞાન માત્ર મૂર્ત દ્રવ્ય તેના મર્યાદિત પર્યાય સહિત જાણી શકે છે; તે અમૂર્ત-અરૂપી દ્રવ્ય કે તેના પર્યાય જાણી શકતું નથી. મન:પર્યાયજ્ઞાન મૂર્તરૂપી દ્રવ્યોને જાણી શકે છે, પરંતુ તે અવધિજ્ઞાન જેટલા નહિં; પણ તેના અનંતમા ભાગના મનોદ્રવ્યના જ મર્યાદિત પર્યાય જાણી શકે છે. આમ હોવાનું કારણ એ છે કે તે માત્ર સંજ્ઞી જીવના મનમાં પરિણિત મનોદ્રવ્યના પર્યાયો જાણી શકે છે. અવધિજ્ઞાન, કરતાં મન:પર્યાયજ્ઞાનનો વિષય ઓછો હોવા છતાં મન:પર્યાયજ્ઞાનની વિશેષતા એ છે કે સામાન્ય જ્ઞાનની શરૂઆતમાં અવધિજ્ઞાનમાં દર્શનની આવશ્યકતા રહેલી છે, જ્યારે મનઃપર્યાયજ્ઞાનમાં દર્શનની આવશ્યકતા ન હોઈ તેનું જ્ઞાન પહેલેથી વિશેષ પ્રકારે થઈ શકે છે. દર્શન ચાર પ્રકારના છે. (૧) ચક્ષુર્દર્શન (૨) અચક્ષુર્દર્શન (૩) અવધિર્દર્શન અને (૪) કેવલદર્શન. આનું વિશેષ સ્વરૂપ બીજા અધ્યાયમાં આવશે.