________________
તત્વાર્થાધિગમસૂત્ર
૨૪૩ છે. ગતિ બે પ્રકારની છે. સંસારી જીવમાંના કેટલાકની અને મુક્ત જીવની જુગતિ છે; બાકીનાની વક્રગતિ છે. વક્ર-વિગ્રહગતિ એક, બે અને ત્રણ વિગ્રહ સુધી છે. ઋજુ ગતિ એક સમયની, એક વિગ્રહગતિ બે સમયની, બે વિગ્રહગતિ ત્રણ સમયની અને ત્રણ વિગ્રહગતિ ચાર સમયની હોય છે. તેમાં વચ્ચેના એક કે બે સમય જીવ અનાહારી હોય છે. કોઈક આચાર્ય ત્રણ સમય અનાહારી ગણાવતાં ચાર વિગ્રહની ગતિ પણ કહે છે. -
સૂત્ર ૩૧ થી ૩૬ જન્મ અને યોનિનું વર્ણનઃ સંમૂછિમ, ગર્ભજ અને ઉપપાત એ જન્મના પ્રકાર છે. જરાયુજ, અંડજ અને પોતેજ એ ગર્ભજન્મના પ્રકાર છે. નારક અને દેવને ઉપપાત જન્મ છે. બાકીનાને સંમૂર્ણિમ જન્મ છે. સચિત્ત, અચિત્ત, મિશ્ર; શીત, ઉષ્ણ, શીતોષ્ણ; સંવૃત, વિવૃત અને મિશ્ર એ નવ પ્રકારની યોનિ છે.
સૂત્ર ૩૭ થી ૪૯ પાંચ શરીરનું વર્ણનઃ ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્પણ એ પાંચ શરીર છે. તે ઉત્તરોત્તર સૂક્ષ્મ સૂક્ષ્મતર છે. પહેલાં ત્રણ પ્રદેશમાં ઉત્તરોત્તર અસંખ્ય ગુણ અને છેલ્લા બે અનંતગુણ છે. છેલ્લાં બે શરીર અપ્રતિઘાતી, અનાદિસંબંધી અને સર્વ સંસારી જીવને હોય છે. એકી સમયે વધારેમાં વધારે ચાર શરીર હોઈ શકે છે. કાર્પણ શરીર નિરુપભોગ છે. ગર્ભજ અને સમૂર્ણિમ જીવોને ઔદારિક શરીર, ઉપપાતથી જન્મનાર દેવ અને નારકને વૈક્રિય શરીર હોય છે. વૈક્રિય શરીર લબ્ધિજન્ય પણ છે. શુભ, વિશુદ્ધ અને અપ્રતિઘાતી એવું આહારક શરીર ચૌદપૂર્વાને હોય છે; એટલે તે લબ્ધિજન્ય છે. " સૂત્ર ૫૦-૫૧ ત્રણ વેદનું વર્ણનઃ નારક અને સંમૂર્ણિમ જીવો નપુંસક છે. દેવો નપુંસક હોતા નથી. બાકીના તિર્યંચ અને મનુષ્ય