________________
૨૪૨
તત્વાર્થાધિગમસૂત્ર
અધ્યાયજીવનું સામાન્ય સ્વરૂપ :
સૂત્ર ૧ થી ૭ ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક, ઔદયિક અને પારિણામિક એ જીવના ભાવો અને તેના પ્રભેદનું વર્ણન છે.
સૂત્ર ૮-૯ જીવનું અસાધારણ લક્ષણ સાકાર અને નિરાકાર ઉપયોગ; તેના આઠ અને ચાર ભેદ. " સૂત્ર ૧૦ થી ૧૪ સંસારી અને મુક્ત જીવ. સંસારીના (સંમૂર્ણિમ) અસંશી અને (ગર્ભજ) સંજ્ઞી જીવ. સંસારી જીવના ત્રસ અને સ્થાવર જીવ. પૃથ્વી, પાણી, વનસ્પતિ, તેજ અને વાયુ કાય સ્થાવર જીવો છે. દ્વિ ઇદ્રિય, ત્રિઇંદ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય ત્રસ જીવો છે. તેજ અને વાયુકાય જીવો ગતિ=સ પણ ગણાય છે.
સૂત્ર ૧૫ થી રરએ સ્પર્શન, રસન, પ્રાણ, (નેત્ર) ચહ્યું અને શ્રોત એ પાંચ ઇંદ્રિય અને તેના વિષયોનું વર્ણન છે. દરેક ઇંદ્રિયના દ્રવ્ય અને ભાવ એ બે પ્રકાર છે. નિવૃત્તિ અને ઉપકરણ દ્રવ્યેન્દ્રિયના અને લબ્ધિ અને ઉપયોગ ભાવેન્દ્રિયના પ્રકાર છે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ એ ઇંદ્રિયોના અનુક્રમે વિષયો છે. આ વિષયો એ મતિજ્ઞાનનો વિષય છે. અનિન્દ્રિય એવા મનનો વિષયશ્રુત છે.
સૂત્ર ૨૩ થી ૨૫ પાંચ સ્થાવર જીવ એકેન્દ્રિય છે. કૃમિ, કીડી, ભ્રમર, મનુષ્ય એ અનુક્રમે દ્વિન્દ્રિય, ત્રિઇંદ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવ છે. સંજ્ઞી જીવ મનવાળા છે.
સૂત્ર ૨૬ થી ૩૧ જીવની અંતરાલગતિનું વર્ણન છે. વિગ્રહગતિમાં કાર્મહયોગ હોય છે. ગતિ સરળ રેખાનુસાર હોય