________________
તત્વાર્થાધિગમસૂત્ર
૨૪૧
સૂત્ર ૨૦થી ૨૩ શ્રુતજ્ઞાન મતિપૂર્વક છે. અનેક પ્રકારે અંગ બાહ્ય અને બાર પ્રકારે અંગ પવિષ્ટ શ્રુતજ્ઞાન છે. અવધિજ્ઞાન ભવપ્રત્યય અને યથોકનિમિત્તક એ બે પ્રકારે છે. તેમાં બીજા પ્રકારના છ પ્રભેદ છે. અનુગામી, અનનુગામી, વર્ધમાન, હીયમાન, અવસ્થિત અને અનવસ્થિત.
સૂત્ર ૨૪ થી ૨૬ મનઃપર્યાય જ્ઞાનના ઋમતિ અને વિપુલમતિ એ બે ભેદ છે. વિશુદ્ધિ અને અપ્રતિપાતીપણાથી તેની તરતમતા છે. વિશુદ્ધિ, ક્ષેત્ર, સ્વામી, વિષય આદિમાં અવધિ અને મનઃપર્યાયમાં તરતમતા છે.
સૂત્ર ૨૭ થી ૩૦ પાંચ જ્ઞાનના વિષયઃ મતિ અને શ્રુતજ્ઞાન રૂપી અને અરૂપી પદાર્થોને મર્યાદિત પર્યાયોથી; અવધિજ્ઞાનરૂપી પદાર્થોને અને મન:પર્યાય જ્ઞાન અવધિજ્ઞાન કરતાં અનંતમા ભાગે રૂપી પદાર્થોને મર્યાદિત પર્યાયોથી જાણી શકે છે. કેવલજ્ઞાની સર્વદ્રવ્યને સર્વપર્યાયથી જાણી શકે છે.
સૂત્ર ૩૧ એક, બે, ત્રણ અને ચાર જ્ઞાન એકી સાથે કોને અને કેવી રીતે હોઈ શકે તે વિચારણા છે.
સૂત્ર ૩૨ અને ૩૩ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિભંગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન છે. સંસારાસક્તિના કારણે મિથ્યાદષ્ટિનાં જ્ઞાન અજ્ઞાન છે; જ્યારે સમભાવના કારણે સમ્યષ્ટિનાં જ્ઞાન જ્ઞાનરૂપે છે.
સૂત્ર ૩૪ અને ૩૫ નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋસૂત્ર અને શબ્દ એ પાંચ નય છે. નૈગમના સર્વગ્રાહી અને દેશગ્રાહી એ બે અને શબ્દના શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ ત્રણ ભેદ છે.
新版