________________
તતાથવિગમસૂત્ર સાધન છે. તે બાહ્ય સાધન નથી, પરંતુ ચિત્તવૃત્તિ યા આત્મિક ગુણ છે. શ્રદ્ધા જીવનનું ચારિત્ર ઘડે છે અને શ્રદ્ધામાં ફરક પડતાં ચારિત્રમાં પણ ફરક પડે છે. કોઈ પણ જીવનો સ્વભાવ બદલવો એટલે તેનો હૃદયપલટો અર્થાતુ તેની શ્રદ્ધાનો વિષય બદલવો. અયોગ્ય વિષય પરની શ્રદ્ધા અથવા યોગ્ય વિષય પરની અશ્રદ્ધા દૂર કરવી તે શ્રદ્ધાશુદ્ધિ છે. બુદ્ધિ અને તર્ક એ શ્રદ્ધાનુસારી છે અને તેથી સર્વ દર્શનકારો શ્રદ્ધા પર ખાસ ભાર મૂકતા આવ્યા છે.
જૈન દર્શનની પરિભાષામાં અરિહંતમાં દેવબુદ્ધિ, કંચન કામિનીના ત્યાગી ગુરુમાં ગુરુબુદ્ધિ અને જિનેશ્વર-પ્રણીત તત્ત્વોમાં શ્રદ્ધા તે સમ્યગદર્શન છે. પ્રકાર :
સમ્યગદર્શન (૧) સ્વભાવ અને (૨) અધિગમ એ બે પ્રકારે થાય છે. કેટલાક ગુરુ વિના શિલ્પ, કળા, વિદ્યા, વિજ્ઞાન આદિનું જ્ઞાન સંપાદન કરે છે તેમ કેટલાક જીવો સ્વાભાવિક રીતે જ 'સમ્યગુદર્શન પ્રાપ્ત કરે છે; કેટલાક જીવોને અધિગમ-નિમિત્તની જરૂર રહે છે; પ્રતિમાદર્શન, પૂર્વસ્મરણ, ઉપદેશ, શિક્ષા, પૂર્વ પરિચિત દર્શન આદિ નિમિત્તો છે.
સમ્યગ્દર્શન આ બે પ્રકારે પ્રાપ્ત થતું હોવા છતાં એ બંને પ્રકારમાં અનંતાનુબંધી ચતુષ્ટય (ક્રોધ, માન, માયા, લોભ) અને દર્શનમોહનીય કર્મનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય એ આવશ્યક છે. सूत्र - जीवाजीवाश्रवबन्ध संवरनिर्जरामोक्षास्तत्त्वम् ॥४॥ અનુવાદ ઃ જીવ અને વળી અજીવ એ બે ય તત્ત્વો જાણવા,
બંધ આશ્રવ હેયભાવે જાણી બને ત્યાગવા; તત્ત્વ સંવર નિર્જરા ને મોક્ષ તત્ત્વને આદરો, ગ્રહણ કરવા યોગ્ય એ ત્રણ જાણી ભવસાગર તરો. (૪)