________________
૨૯૫
તત્વાર્થાધિગમસૂત્ર
૫. ભવનપતિ, વ્યંતર એ દરેકના પ્રભેદનું વર્ણન કરો.
૬. જ્યોતિષ્કના પ્રભેદ દર્શાવી તેની ચર્ચા અને તેના પરિણામનું સ્વરૂપ લખો.
૭. વૈમાનિક દેવોના નામ અને તેમનાં સ્થાન દર્શાવો.
૮. ઉત્તરોત્તર દેવો કયા કયા વિષયમાં અધિક અધિકાર છે અને કયા કયા વિષયમાં હીન હીનતરે છે તે જણાવી તેમના સંબંધમાં બીજું શું વિચારણીય છે તેની ચર્ચા કરો.
૯. કલ્પ શું છે ? તેની મર્યાદા ક્યાં સુધી છે ! લોકાંતિક દેવોનું સ્વરૂપ સમજાવો.
૧૦. દેવોની દ્રવ્ય અને ભાવલેશ્યાનું સ્વરૂપ આપો. ૧૧. દ્વિચરમા અને એકભવી કોણ હોય છે? અને શાથી?
૧૨. ભવનપતિ અને વ્યંતરની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ દર્શાવો.
- ૧૩. કલ્પોપન્ન અને કલ્પાતીત વૈમાનિક દેવની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ વર્ણવો. ૧૪. જ્યોતિષ્ક દેવની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ દર્શાવો.
1 : ક
અધ્યાય-૫
૧. અજીવકાયની વ્યાખ્યા આપી તેમાં નામ આપો. દ્રવ્યની વ્યાખ્યા આપો અને દ્રવ્ય કયાં છે તે દર્શાવો.
૨. ધર્મ, અધર્મ, આકાશ, પુગલ, જીવ અને કાલ એ દરેકનું સામાન્ય અને વિશિષ્ટ સ્વરૂપ વર્ણવો.
૩. ઉપરોક્ત જુદા જુદા દ્રવ્યોનું પ્રયોજન શું છે ?
૪. અણુ અને સ્કંધનું સ્વરૂપ દર્શાવીને દરેકની ઉત્પત્તિનાં કારણ બતાવો