________________
તત્વાર્થાધિગમસૂત્ર
૨૩૧ યોગનિમિત્તક સંયમસ્થાન પણ અસંખ્યાત હોય છે. તેમાં પ્રકૃવિશુદ્ધિ અને સ્થિરતાવાળું છેલ્લું સંયમસ્થાન છે.
ઉપરોક્ત સંયમસ્થાનોમાં પુલાક અને કષાયકુશીલના સંયમસ્થાન જધન્ય છે; એ બંને અસંખ્યાત સંયમસ્થાન સુધી આગળ વધે છે, ત્યાં પુલાક અટકી જાય છે, અને કષાયકુશીલ અસંખ્ય સંયમસ્થાન સુધી આગળ વધે છે. ત્યાંથી બકુશ, પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ અસંખ્ય સંયમસ્થાન સુધી આગળ વધે છે; અને પ્રતિસેવનાકુશીલ અટકી જાય છે. પછી અસંખ્યાત સંયમસ્થાન સુધી અંતિમ કષાયનિમિત્તક સંયમસ્થાને આગળ વધી કષાયકુશીલ અટકી જાય છે. અહિંથી યોગનિમિત્તક સંયમસ્થાન શરૂ થાય છે. તયાંથી આગળ અસંખ્યાત સ્થાન સુધી નિગ્રંથ પ્રગતિ કરે છે અને અટકી જાય છે. અંતે અંતિમ યોગનિમિત્તક સંયમસ્થાન જે સર્વોપરી અને સ્થિર સંયમરૂપ છે તે અહીં શરૂ થાય છે અને વિરામ પામે છે. તેનું સેવન કરી સ્નાતક નિર્વાણ મેળવે છે. ઉપરોક્ત સંયમસ્થાન અસંખ્ય હોવા છતાં તે દરેક અનંતર સંયમસ્થાનની શુદ્ધિ અનંતાનંતગુણી માનવામાં આવે છે.
तत्त्वार्थाधिगमेसूत्रे सानुवादविवेचने; - અધ્યાયો નવાર પૂસંવનિશ્રિતઃ
છ
ક
જ