________________
૨૩૦
-
-
-
-
તત્વાર્થાધિગમસૂત્ર અંકુશ અને પ્રતિસેવનાકુશીલમાં છ-લેશ્યા હોય છે. કષાયકુશીલ પરિહારવિશુદ્ધિ ચારિત્ર્યવાળા હોય તો તેજ; પદ્ધ અને શુક્લ એ ત્રણ લેશ્યાવાળા અને સૂક્ષ્મસંપરાય ચારિત્ર્યવાળા હોય તો માત્ર શુક્લ લેશ્યાવાળા હોય છે. નિર્ગથ અને સ્નાતકને શુક્લ વેશ્યા હોય છે. સ્નાતકમાં જે અયોગી છેતે લશ્યા વિનાના છે.
પુલાક આદિ ચાનો ઉપરાત જધન્યથી સૌધર્મકલ્પમાં પલ્યોપમ પૃથત્વ સ્થિતિવાળા દેવ સુધી છે. પુલાકનો ઉત્કૃષ્ટ ઉપપાત સહસ્ત્રારકલ્પમાં અઢાર સાગરોપમ સ્થિતિનો હોય છે. બકુશ અને પ્રતિસેવનાકુશીલનો ઉત્કૃષ્ટ ઉપપાત આરણ અને અશ્રુત કલ્પમાં બાવીશ સાગરોપમ સ્થિતિમાં હોય છે. કષાયકુશીલ અને નિગ્રંથનો ઉપપાત ઉત્કૃષ્ટથી સર્વાર્થસિદ્ધિ વિમાનમાં તેત્રીશ સાગરોપમ સ્થિતિમાં હોય છે. સ્નાતકનો ઉપપાત નિર્વાણ-મોક્ષ છે.
કષાય અને યોગનો નિગ્રહ તે સંયમ છે. કષાય અને યોગની તરતમતાના કારણે સંયમમાં તરતમભાવ રહે છે. આમ સંયમના અસંખ્યાત પ્રકાર થાય અને તે સર્વ સંયમસ્થાન કહેવાય છે; આમાં પણ જ્યાં સુધી કષાયનો લેશમાત્ર પણ સંબંધ રહે ત્યાં સુધી કષાય સંયમસ્થાન કહેવાય છે. બાકીના સંયમસ્થાન યોગનિમિત્તક છે. યોગનો સર્વથા ક્ષય થતાં જે સંયમસ્થાન હોય છે તે અંતિમ છે. પૂર્વ પૂર્વવર્તી સંયમસ્થાન અધિક અધિકાર સંકષાય હોય છે અને ઉત્તરોત્તર સંયમસ્થાનમાં કષાય મંદમંદતર થતા જાય છે; આમ ઉત્તરોત્તર સંયમસ્થાન વિશુદ્ધ વિશુદ્ધતર થતા જાય છે. યોગનિમિત્તક સંયમસ્થાનમાં કષાયનો અભાવ સમાન હોવા છતાં યોગનિરોધની ન્યૂનાધિકતા અનુસાર સ્થિરતાની ન્યૂનાધિકતા રહે છે. યોગનિરોધની પણ તરતમતા હોઈ