________________
30
તત્વાર્થાધિગમસૂત્ર
વિનાનું હોવા છતાં તેનો અન્નપાચન માટે ઉપયોગ થાય છે; તે ઉપરાંત વિશિષ્ટ તપસ્વી લબ્ધિ પ્રાપ્ત કરી કૃપાપાત્ર પર અનુગ્રહ કરી શાન્તિ પહોંચાડે છે, અને રૂષ્ટ પાત્ર પર કોપ કરી બાળી પણ મૂકે છે. આમ અન્નપાચન, સુખદુઃખનો અનુભવ અને શાપ, અનુગ્રહ દ્વારા કર્મ બંધ આદિ તૈજસનો ઉપભોગ છે. કાર્યણ શરીરને નિરૂપભોગ કહેવાનો મતલબ એ છે કે જ્યાં સુધી અન્ય કોઈ શરીર સહાયક ન હોય ત્યાં સુધી તેના દ્વારા ઉપભોગ સાધ્ય નથી; ઉપભોગ સિદ્ધ કરવાનું સાધન ઔદારિક, વૈક્રિય, આહારક અને તૈજસ્ એ ચાર શરીર છે. આમ ચાર શરીર ઉપભોગ સહિત છે; અને કાર્યણ શરીર પરંપરાએ ઉપભોગનું સાધન હોવાથી તેને નિરૂપભોગ કહેવામાં આવ્યું છે.
તૈજસ્ અને કાર્યણ એ બે શરીર જન્મસિદ્ધ નથી; પરંતુ અનાદિસંબદ્ધ છે. ઔદારીક શરીર જન્મસિદ્ધ છે, તે ગર્ભ અને સંમૂર્ત્તિમ એ બે પ્રકારના જન્મથી પ્રાપ્ત થાય છે; તેના સ્વામી મનુષ્ય અને તિર્યંચ છે. વેક્રિય શરીર ઉપપાત જન્મવાળા દેવ અને નારક જીવને હોય છે; લબ્ધિ જન્ય વૈક્રિય ગર્ભજ મનુષ્ય અને તિર્યંચને હોય છે. લબ્ધિ એ એક પ્રકારની તપોજન્ય શક્તિ માત્ર છે. આ કૃત્રિમ વૈક્રિયની બીજા પ્રકારની લબ્ધિ પણ સ્વીકારવામાં આવે છે કે જે તપોજન્ય ન હોતાં જન્મસિદ્ધ હોય છે. આવી લબ્ધિ કેટલાક બાદર વાયુકાય જીવમાં હોય છે. આમ બાદર વાયુકાયિક જીવો પણ કૃત્રિમ વૈક્રિય શરીરના અધિકારી છે. આહારક શરીર લબ્ધિજન્ય હોઈ કૃત્રિમ છે; અને તેના સ્વામી મનુષ્યમાં પણ માત્ર ચૌદ પૂર્વધર મુનિ છે. આવા મુનિ સૂક્ષ્મ વિષયના સંદેહ પ્રસંગે સર્વજ્ઞના અભાવે ઔદારિક શરીરથી ક્ષેત્રાંતરમાં જવું સંભવિત ન હોવાથી વિશિષ્ટ લબ્ધિના પ્રયોગ