________________
તત્વાર્થાધિગમસૂત્ર
પ૯ આહારક. આમાં પહેલો વિકલ્પ, વૈક્રિય લબ્ધિના પ્રયોગ સમયે અમુક વખત મનુષ્ય અને તિર્યંચમાં ઘટી શકે છે. જ્યારે બીજો વિકલ્પ, આહારક લબ્ધિના પ્રયોગ સમયે ચૌદ પૂર્વધર મુનિને હોય છે. પાંચ શરીર એક સાથે ન હોવાનું કારણ એ છે કે વૈક્રિય અને આહારક લબ્ધિના પ્રયોગ એકી સમયે હોઈ શકતા નથી. સામાન્ય સિદ્ધાંત અનુસાર એક શરીર હોઈ શકતું નથી; પરંતુ કોઈ આચાર્યનો એવો પણ મત છે કે તૈજસ્ શરીર કાર્મણની માફક યાવત્ સંસારભાવી નથી; પરંતુ તે લબ્ધિજન્ય છે. આ મત અનુસાર અંતરાલગતિમાં એક શરીર કાર્મણ માત્ર સંભવી શકે છે.
વૈક્રિય લબ્ધિના પ્રયોગ સમયે, અને વૈક્રિય શરીરના વ્યવહાર સમયે નિયમથી પ્રમત્ત દશા હોય છે; પરંતુ આહારક લબ્ધિનો પ્રયોગ માત્ર પ્રમત્ત દશામાં હોય છે; પણ આહારક શરીર બન્યા પછી શુદ્ધ અધ્યવસાય કારણે વ્યવહાર દશામાં અપ્રમત્ત દશા હોય છે. આમ પરસ્પર વિરુદ્ધ દશાના કારણે આ બે લબ્ધિનો પ્રયોગ એકી સમયે થઈ શકતો નથી. શક્તિરૂપે જીવને પાંચ શરીર હોઈ શકે છે; એટલે આહારક મુનિને વૈક્રિય લબ્ધિનો પણ સંભવ છે; પરંતુ વ્યક્તિરૂપે તો ચાર શરીર જ હોઈ શકે છે. - શરીરનું મુખ્ય પ્રયોજન ઉપભોગ છે; તે પહેલા ચાર શરીરથી સિદ્ધ થાય છે; પાંચમા કામણ શરીરથી ઉપભોગ સિદ્ધ થતો નથી, તેથી તેને નિરૂપભોગ કહ્યું છે. સુખદુઃખના અનુભવ કરવા, દાનહિંસા આદિ શુભાશુભ કર્મો કરવા, કર્મબંધન કરવું, બાંધેલ કર્મનો અનુભવ કરવો, અનુષ્ઠાન દ્વારા કર્મની નિર્જરા કરવી, આદિ ઉપભોગ છે. તૈજસ્ શરીર ઇંદ્રિય અને અવયવ