________________
૫૮
તત્વાર્થાધિગમસૂત્ર પ્રતિઘાત વિના ત્રસનાડીમાં.ગતિ કરી શકે છે, પરંતુ તેની ગતિ મર્યાદિત છે, જ્યારે તૈજસ્ અને કાશ્મણ શરીરની ગતિ લોકાંતપર્યત અવ્યાહિત છે. તૈજસ અને કાર્મણ શરીરનો સંબંધ જીવ સાથે અનાદિ હોવાથી તે બંને અનાદિ સંબંધવાળા ગણાય છે. જ્યારે બાકીના ત્રણ શસરનો સંબંધ માત્ર નિયતકાળ પૂરતો મર્યાદિત છે અર્થાત્ અસ્થાયી છે. આ બે શરીર પ્રવાહની અપેક્ષાએ અનાદિ હોવા છતાં તેમાં અપચય ઉપયરૂપ પરિણમન તો થયા કરે છે. ભાવાત્મક શરીર વ્યક્તિરૂપે અનાદિ છે અને તેનો કદી પણ નાશ થતો નથી. તૈજસ અને કાર્મણ શરીર સર્વ સંસારી જીવને હોય છે; પરંતુ ઔદારિક, વૈક્રિય અને આહારક માટે તેવો નિયમ નથી. તૈજસ અને કાર્મણ શરીરના સ્વામી સર્વ સંસારી જીવ છે; જયારે ઔદારિક, વૈક્રિય, આહારકના સ્વામી કેટલાક જ હોય છે. કાર્પણ શરીર એ શરીર માત્રની જડ છે; કારણ કે તે કર્મસ્વરૂપ છે અને સર્વ કર્મ અને તેના પરિણામનું તે નિમિત્ત કારણ છે. તેજસ શરીર માટે તેમ નથી; તે અનાદિ સંબદ્ધ રહી કરેલ ભોજન પચાવવામાં મદદ કરે છે. તૈજસ અને કાર્પણ શરીર સંસારી જીવને સંસારકાળ સુધી અવશ્ય હોય છે;
જ્યારે ઔદારીક, વૈક્રિય અને આહારક એ ત્રણ શરીર જીવને કોઈ વખત હોય છે અને કોઈ વખત હોતાં નથી. - એકજીવને એક વખતે વધારેમાં વધારે ચાર શરીર હોઈ શકે છે; પાંચ હોઈ શકતા નથી. અંતરાલ ગતિ કરતી વખતે જીવને તૈજસ અને કાર્મણ એ બે શરીર હોય છે. જ્યારે ત્રણ હોય છે ત્યારે તૈજસ, કાર્પણ અને ઔદારિક; અથવા તૈજસ, કાર્પણ અને વૈક્રિય. જ્યારે ચાર હોય છે ત્યારે તૈજસ, કાર્પણ ઔદારિક અને વૈક્રિય અથવા તૈજસ્, કાર્મણ, ઔદારિક અને