________________
તત્વાર્થાધિગમસૂત્ર દ્વારા એક હાથ પ્રમાણ નાનું શરીર બનાવે છે. આ શરીર વિશુદ્ધ પુદ્ગલમય હોવાથી ત્રસનાડી અવ્યાઘાતી હોય છે. ચૌદપૂર્વધર મુનિ આવા શરીર દ્વારા ક્ષેત્રમંતરમાં બિરાજત સર્વજ્ઞ સન્મુખ પહોંચે છે; અને પોતાના સંદેહનો ખુલાસો મેળવી પોતાના સ્થાને પાછા આવે છે. આ કાર્ય માત્ર અંતર્મુહૂર્તમાં સમાપ્ત થાય છે. તૈજસ્ શરીરની ઉત્પત્તિ લબ્ધિજન્ય નથી; પરંતુ કોઈક વખત તેનો પ્રયોગ લબ્ધિથી કરવામાં આવે છે. તેથી અહીં તૈજસને લબ્ધિજન્ય કહ્યું નથી. ત્રણ વેદ યા લિંગનું વર્ણન: सुत्रः - नारकसंमूर्छिनो नपुंसकानि ॥५०॥
ન લેવા આવશે અનુવાદ : શરીરની આકૃતિ વડે ત્રણ વેદ પ્રગટ જણાય છે;
પુરુષ, સ્ત્રી ને નપુંસક, એમ વેદ ત્રણ મનાય છે; નપુંસક વેદે સદા હોય, નારકીને સંમૂછિમો, નહિ વેદ ત્રીજો દેવતાને, ત્રણ વેદ યુત બીજા જીવો. (૨૦)
અર્થ : શરીરની આકૃતિથી પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ એ ત્રણ વેદ પ્રકટ જણાય છે; નારક અને સંમૂર્ણિમ એ બે નપુંસકદવાળા છે. પુરુષ અને સ્ત્રી એ બે વેદ દેવોને હોય છે. બાકીના સર્વજીવોને ત્રણ વેદ હોય છે. | ભાવાર્થ : લિંગ એ ચિહન છે : તેને વેદ પણ કહે છે. તેના ત્રણ પ્રકાર છે : (૧) પુરુષવેદ, (૨) સ્ત્રીવેદ અને નપુંસકવેદ. આ ત્રણે વેદના દ્રવ્ય અને ભાવરૂપ બે પ્રકાર છે. દ્રવ્યવેદ તે ચિહન છે અને ભાવવેદ તે અભિલાષા છે. પુરુષ ચિન તે દ્રવ્ય પુરુષવેદ અને સ્ત્રી સંસર્ગની ઇચ્છા તે ભાવ પુરુષવેદ છે. સ્ત્રી ચિહન તે દ્રવ્ય સ્ત્રીવેદ અને પુરુષ સંસર્ગની