________________
તત્વાર્થાધિગમસૂત્ર
૮૭ (૨) કિંપુરુષ, (૩) મહોરગ, (૪) ગંધર્વ, (૫) યક્ષ, (૬) રાક્ષસ, (૭) ભૂત અને (૮) પિશાચ, તેના પણ પ્રભેદ જાણવા પ્રયત્ન કરવો.
ભાવાર્થઃ વ્યંતરો મધ્યલોકના આવાસ અને ભવનમાં વસે છે. પોતાની ઈચ્છા કે અન્યની પ્રેરણાથી તેઓ ગમે ત્યાં આવ-જા કરે છે. ગુફા અને વનના અંતરમાં વસતા હોવાથી તે વ્યંતર કહેવાય છે. (૧) કિન્નરના દશ પ્રભેદ છે. કિન્નર, કિંપુરુષ, કિંગુરુષોત્તમ, કિનરોત્તમ, હૃદયંગમ, રૂપશાલી, અનિંદિત, મનોરમ, રતિપ્રિય અને રતિશ્રેષ્ઠ. (૨) કિંપુરૂષના દશ પ્રકાર છે. પુરુષ, સપુરુષ, મહાપુરુષ, પુરુષવૃષભ, પુરુષોત્તમ, અતિપુરુષ, મરુદેવ, મરુતુ, - મેરુપ્રભ અને યશસ્વાન, (૩) મહોરગના દશ પ્રકાર છે : ભુજગ, ભોગશાલી, મહાકાય, અતિકાય, સ્કંધશાલી, મનોરમ, મહાવેગ, મહાવૃક્ષ, મેરુકાંત અને ભાસ્વાન, (૪) ગાંધર્વના બાર પ્રકાર છે : હા, હુહુ, તુમ્બુરવ, નારદ, ઋષિવાદિક, ભૂતવાદિક, કાદમ્બ, મહાકાદમ્બ, રૈવત, વિશ્વાવસુ, ગીતરતિ અને ગીતયશ, (૫) યક્ષના તેર પ્રકાર છે : પૂર્ણભદ્ર, માણિભદ્ર, શ્વેતભદ્ર, હરિભદ્ર, સુમનોભદ્ર, વ્યતિપાલિભદ્ર, સુભદ્ર, સર્વતોભદ્ર, મનુષ્યપક્ષ, વનાધિપતિ, વનાહાર, રૂપયક્ષ અને યક્ષોત્તમ, (૬) રાક્ષસના સાત પ્રકાર છે : ભીમ, મહાભીમ, વિપ્ન, વિનાયક, જલરાક્ષસ, રાક્ષસરાક્ષસ અને બ્રહ્મરાક્ષસ. (૭) ભૂતના નવ પ્રકાર છે : સુરૂપ, પ્રતિરૂપ, અતિરૂપ, ભૂતોત્તમ, સ્કેન્દિક, મહાઔન્ટિક, મહાવેગ, પ્રતિછન્ન અને આકાશગ, (૮) પિશાચના પંદર પ્રકાર છે. કૂષ્માંડ, પટક, જોષ, આતંક, કાલ, મહાકાલ, ચૌક્ષ, અયૌક્ષ, તાલપિશાચ, મુખરપિશાચ, અધસ્તારક,-દેહ, મહાવિદેહ, તૂષ્મીક અને