________________
૧૦૮
તત્વાર્થાધિગમસૂત્ર એટલે જેનામાં ઉપયોગ નથી અજીવ છે. અજીવના ચાર પ્રકાર છે. (૧) ધર્મ, (૨) અધર્મ, (૩) આકાશ અને (૪) પુદ્ગલ; આ ચારને અજીવકાય કહેવામાં આવે છે, કારણ કે એ દરેક પ્રદેશોના સમૂહરૂપે છે; તેમાં અપવાદ એ છે કે પુગલ પ્રદેશરૂપ અને પ્રદેશના અવયવરૂપ એમ બે પ્રકારે છે. | વિશ્વમાં રહેલ દરેક પદાર્થ દ્રવ્ય, પર્યાયરૂપ યા પરિવર્તનશીલ માત્ર છે એમ નહિ, પરંતુ એ દરેક અનાદિ નિધન છે. જગતમાં દ્રવ્ય પાંચ છે તે પહેલા બે સૂત્રમાં બતાવ્યા છે. પાંચે દ્રવ્ય સમાન હોવા છતાં તેના કેટલાક ગુણપર્યાય સમાન, અને કેટલાક અસમાન પણ હોય છે; કારણ એ છે કે દ્રવ્યના ગુણ અને પર્યાય એ પોતે દ્રવ્યરૂપ નથી. •
સમાનતાનો વિચાર કરતાં એ પાંચ દ્રવ્યો અનાદિ નિધન હોઈ નિત્ય છે; અર્થાત્ એ દરેક પોતાનું સામાન્ય અને વિશેષરૂપ કદી પણ તજતા નથી. પાંચે દ્રવ્યોથી સંખ્યામાં ન્યૂનાધિકતા થતી ન હોઈ તે અવસ્થિત-સ્થિર પણ છે.
પોતાના સામાન્ય અને વિશેષ સ્વરૂપનો ત્યાગ ન કરવો તે નિત્યત્વ; અને પોતાના સ્વરૂપમાં ટકી બીજા દ્રવ્યનું સ્વરૂપ ન સ્વીકારવું તે અવસ્થિતત્વ છે.
અસમાનતાનો વિચાર કરતાં ધર્મ, અધર્મ, આકાશ અને જીવ એ ચાર દ્રવ્ય અમૂર્ત-અરૂપી છે. અને પુદ્ગલ દ્રવ્ય મૂર્તરૂપી છે. ઇન્દ્રિયગ્રાહ્ય રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આદિ ગુણપર્યાય સમુદાય તે મૂર્તિ છે, અને તેનો અભાવ તે અમૂર્તિ છે. પાંચ દ્રવ્યોમાં માત્ર પુદ્ગલના ગુણપર્યાય મૂર્ત હોઈ ઇન્દ્રિયગ્રાહ્ય છે; અને બાકીના ચાર દ્રવ્યોના ગુણપર્યાય અમૂર્ત હોઈ ઇન્દ્રિયગ્રાહ્ય નથી. પુદ્ગલના અવિભાજ્ય અંશરૂપ પરમાણુ ઇન્દ્રિયગ્રાહ્ય ન