________________
પદ
તત્કાથોધિગમસૂત્ર વિકલ્પ એક સમયે વધારેમાં વધારે થાર શરીર હોય છે. કાર્પણ શરીરમાં સુખદુઃખનો ઉપભોગ નથી. ગર્ભ અને સંમૂર્ણિમ જન્મથી
દારિક શરીર, ઉપપાત અને લબ્ધિથી વૈક્રિય શરીર અને ચૌદપૂર્વી મુનિને લબ્ધિથી શુભ, શુદ્ધ, અવ્યાઘાતી એવું આહારક શરીર હોય છે.
ભાવાર્થ : જીવ વ્યક્તિ તરીકે અનંત છે. તેના શરીરના સામાન્ય રીતે પાંચ વિભાગ કર્યા છે. (૧) ઔદારિક, (૨) વૈક્રિય, (૩) આહારક (૪) તૈજસ અને (૫) કાર્મણ, જીવને ક્રિયા કરવાનું સાધન તે દેહ યા શરીર છે. જે શરીરનું છેદન, ભેદન, દાહ આદિ થઈ શકે તે ઔદારિક શરીર છે. આ ઉપરાંત તીર્થકર જેવી ઋદ્ધિ પ્રાપ્ત કરાતી હોવાથી ઉદાર હોઈ ઔદારિક કહેવાય છે. જે શરીર કોઈ વખત નાનું, કોઈ વખત મોટું, કોઈ વખત પાતળું, કોઈ વખત જાડું, કોઈ વખત એક કોઈ વખત અનેક આદિ અનેક વિક્રિયા કરી શકે તે વેક્રિય શરીર છે. જે શરીર ચૌદ પૂર્વધર મુનિ લબ્ધિથી રચી શકે તે આહારક શરીર છે. જે શરીર ખાધેલ અન્ન પાચન કરી શકે અર્થાત જે દીપ્તિનું નિમિત્ત છે તે તૈજસ શરીર છે. કર્મસમૂહરૂપ કાર્મણ શરીર છે. . ઉપરોક્ત પાંચે શરીરોમાં ઔદારિક સ્કૂલ છે. વૈક્રિય તેનાથી સૂક્ષ્મ છે. આહારક વૈક્રિયથી પણ સૂક્ષ્મ છે. તૈજસ્ આહારકથી પણ સૂક્ષ્મ છે; કાર્મણ તૈજસથી પણ સૂક્ષ્મ છે. સ્કૂલ અને સૂક્ષ્મ એ આપેક્ષિક છે, અને તે રચનાની શિથિલતાને સઘનતા દર્શાવે છે. રચનાની શિથિલતા સઘનતા પૌગલિક પરિણામ પર નિર્ભર છે. થોડા પરમાણુ શિથિલરૂપે પરિણમે તો સ્થૂલ રહે છે; અને ઘણા પરમાણુ સૂક્ષ્મરૂપે પરિણમે તો સૂક્ષ્મ રહે છે. ઉદા૦ સરખા વજનનું સુતર અને કાપડ લઈએ તો સુતર પૂલ પરિણામ