________________
તત્વાર્થાધિગમસૂત્ર
૨૨૫
ચિંતન કરે અને ભિન્ન ભિન્ન યોગોમાં સંક્રમણ ન કરે ત્યારે તે એકત્વવિતર્કઅવિચાર શુક્લ ધ્યાન થાય છે. આમાં પણ શ્રુતજ્ઞાનનું આલંબન છે; પરંતુ તેમાં અભેદ દૃષ્ટિનું ચિંતન છે; તેમાં અર્થ, શબ્દ, કે યોગ આદિનું સંક્રમણ નથી. આમ પહેલા ભેદપ્રધાન ધ્યાનથી અભ્યાસ શરૂ થાય છે અને તે દૃઢ થયા પછી અભેદ પ્રધાન ધ્યાનની યોગ્યતા મેળવાય છે; પહેલામાં દૃષ્ટિ અસ્થિર છે તે બીજામાં સ્થિર કરવી પડે છે. આમ સ્થિરતા પ્રાપ્ત થતાં મન સર્વથા શાંત પડી જાય છે, ચંચળતા દૂર થાય છે અને મન નિશ્રકંપ બને છે. અંતે ઘાતી કર્મના આવરણ દૂર થતાં કેવળજ્ઞાન પ્રગટે છે.
(૩) સર્વશ તેરમા ગુણસ્થાનના અંતે માનસિક, વાચિક અને કાયિક યોગનો નિરોધ શરૂ કરે છે. પ્રથમ સ્થૂલ કાયયોગનો નિરોધ ક૨ી સૂક્ષ્મ કાયયોગની હસ્તીમાં બાકીના યોગને રોકે છે ત્યારે સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી નામનું ત્રીજું શુક્લ ધ્યાન હોય છે; તે ધ્યાનમાં માત્ર શ્વાસોશ્વાસરૂપ સૂક્ષ્મ ક્રિયા હોય છે; આત્માનું પતન હોતું નથી તેથી આ ધ્યાન અપ્રતિપાતી ગણાય છે.
(૪) ચૌદમા ગુણસ્થાનની અયોગી અવસ્થામાં શ્વાસોશ્વાસ આદિ સૂક્ષ્મ ક્રિયા પણ બંધ થાય છે અને આત્મપ્રદેશ સર્વથા નિષ્પ્રકંપ બને છે ત્યારે શૈલીશીકરણ સહિત વ્યુપરતક્રિયાનિવૃત્તિ રૂપ ચોથું શુક્લ ધ્યાન હોય છે. આ બે ધ્યાન છદ્મસ્થના ધ્યાન માફક ચિંતા નિરોધરૂપ નથી; પરંતુ કાયપ્રદેશની નિષ્મકંપતા રૂપ છે. યોગનો નિરોધક્રમ આ પ્રમાણે છેઃ સ્થૂલ કાયયોગનો આશ્રય લઈ વચન અને મનના સ્થૂલ યોગને સૂક્ષ્મ બનાવાય છે. વચન અને મનના સૂક્ષ્મ યોગનો આશ્રય લઈ શરીરના સ્થૂલ યોગને સૂક્ષ્મ બનાવાય છે. શરીરના સૂક્ષ્મ યોગનો આશ્રય લઈ વચન