________________
૨૨૬.
તાથધિગમસૂત્ર અને મનના સૂક્ષ્મ યોગનો નિરોધ કસ્વામાં આવે છે. અંતે સૂક્ષ્મ 'કાયયોગનો પણ નિરોધ કરવામાં આવે છે. આમ થતાં શરીરના શ્વાસોશ્વાસની સૂક્ષ્મ ક્રિયા પણ બંધ થાય છે અને આત્મપ્રદેશ સંપૂર્ણતઃ નિષ્પકંપ બને છે; આ અવસ્થા શૈલે શીકરણ સુપરતક્રિયાનિવૃત્તિ શુક્લ ધ્યાન કહેવાય છે. આમાં સ્થૂલ યા સૂક્ષ્મ માનસિક, વાચિક કે કાયિક ક્રિયા હોતી નથી. આ ચોથા ધ્યાનના પ્રભાવે સર્વ આશ્રવ, બંધ આદિનો નિરોધ થાય છે; પરિણામે બાકીના અઘાતી કર્મ પણ ક્ષીણ થાય છે અને જીવ મોક્ષ પ્રાપ્ત કરે છે. નિજારા અને નિર્ગથનું વર્ણન: सूत्रः - सम्यग्दृष्टिविरतानन्तवियोजकदर्शनमोहक्षप
कोपशमकोपशान्तमोहक्षपकक्षीणमोहजिनाः क्रमशोऽसंख्येयगुणनिर्जराः ॥४७॥ पुलाकबकुशकुशीलनिग्रंथस्नातका निग्रंथाः ॥४८॥ संयमश्रुतप्रतिसेवनातीलिंगलेश्योपपात
स्थानविकल्पतः साध्याः ॥४९॥ અનુવાદ : સમક્તિધારી શ્રાવકોને, વિરતિ ને ત્રીજા સુણો,
અનંતાનુબંધી વિયોજક, સૂત્રથી ચોથા ભણો; દર્શનમોહે ક્ષપક કહેવા, વળી ઉપશમી સાધવા, ઉપશાંતમોહી ક્ષપક ક્ષણ, પછી જિનવરોને માનવા. (૨૭) એ સ્થાન દશમાં ક્રમથી ચઢતી, અસંખ્ય ગણી છે નિર્જરા, કરત ધ્યાને વધતા માને, ક્ષમા ધારી મુનિવરા; પુલાક, બકુશ, કુશીલ ને વળી, નિગ્રંથ સ્નાતક મહાવ્રતી, નિગ્રંથનું તે ભેદ-પંચક, ધારવું ધરી શુભ મતિ. (૨૮) સંયમ, કૃત, પરિસેવન, તીર્થ ને લિંગ પાંચમે,