________________
૨૨૪
તત્વાર્થાધિગમસૂત્ર છે; વિચાર શબ્દથી શબ્દ, અર્થ, વ્યંજન અને યોગ આદિની સંક્રાંતિ સમજવાની છે. છેલ્લાં બે કેવળીને હોય છે. | ભાવાર્થ: (૧) પહેલાં બે ધ્યાન પૂર્વધર શરૂ કરે છે; તે શ્રુતજ્ઞાન સહિત હોઈ સવિતર્ક કહેવાય છે. આ બે ધ્યાન સમાન દેખાવા છતાં તેમાં ભેદ છે. પહેલામાં ભેદ દષ્ટિ અને બીજામાં અભેદ દષ્ટિ પ્રધાન છે. પહેલામાં વિચારસંક્રમણ છે અને બીજામાં વિચારને સ્થાન જ નથી. ધ્યાની પૂર્વધર હોય તો પૂર્વગત શ્રુતના આધારે અને પૂર્વધર ન હોય તો સંભવિત શ્રુતના આધારે કોઈ પણ પરમાણુ, સ્કંધ યા ચેતનરૂપ દ્રવ્યમાં ઉત્પત્તિ, સ્થિતિ અને લયરૂપ ત્રિપદી અથવા મૂર્તત્વ યા અમૂર્તત્વ આદિ અનેક પર્યાયોનું દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયદ્વારા ભેદપ્રધાન ચિંતન શરૂ કરે છે. અર્થાત્ એક દ્રવ્યરૂપ અર્થ પરથી બીજા દ્રવ્યરૂપ અર્થ પર અથવા એક પર્યાયરૂપ અર્થ પરથી બીજા પર્યાયરૂપ અર્થ પર ચિંતન શરૂ કરે છે, તે જ રીતે શબ્દ પર ચિંતન આરંભે છે. આમ આગળ વધતાં મન આદિ ત્રણ યોગમાંનો કોઈ પણ એક યોગ તજી બાકીના અન્ય યોગોનું આલંબન લઈ ધ્યાન કરતાં તે પૃથવિવિતર્કસવિચાર શુક્લ ધ્યાન થાય છે. આ ધ્યાનમાં શ્રુતજ્ઞાનનું આલંબન છે; તે ઉપરાંત સચિત્ત યા અચિત્ત પર્યાયોનું, તેના ભેદોનું વિવિધ દૃષ્ટિએ ચિંતન થાય છે. અથવા શ્રુતજ્ઞાનનું આલંબન લઈ એક શબ્દ પરથી બીજા શબ્દ પર, એક અર્થ પરથી બીજા અર્થ પર, અર્થ પરથી શબ્દ પર અને એક યોગ પરથી બીજા યોગ પર સંક્રમણ-સંચાર થાય છે. (૨) ધ્યાની પોતાના સંભવિત શ્રતના આધારે કોઈ એક પર્યાયરૂપ અર્થ લઈ તેના પર એત્વ-અભેદપ્રધાન ચિંતન કરે અને મન, વચન, કાયારૂપ ત્રણ યોગમાંના કોઈ પણ એક પર નિશ્ચલ રહી શબ્દ અને અર્થનું