________________
૨૯૮
તત્વાર્થાધિગમસૂત્ર ૪. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાયનું સ્વરૂપ લખો.
૫. વેદનીય, આયુ, નામ અને ગોત્રનું સ્વરૂપ આલેખો.
૬. આઠ પ્રકારના પ્રતિબંધની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ દર્શાવો.
૭. અનુભાગ બંધ એટલે શું? તેનું પરિણામ શું? નિર્જરા કે કર્મબંધ?
૮. પ્રદેશ બંધનું સ્વરૂપ લખો. ( ૯. સૂત્રકારોલ્લેખિત પાપ અને પુણ્યપ્રકૃતિ દર્શાવો. અન્ય ગ્રંથોમાં તે બાબત કાંઈ મંતવ્ય ભેદ છે? તેનો સમન્વય થઈ શકે ?
R R ER
અધ્યાય-૯ ૧. સંવર અને નિર્જરા વચ્ચે શો ભેદ છે? સંવરનાં સાધન દર્શાવો.
૨. સંવરનાં સાધન આચરવાનું કારણ શું છે? તે દરેકનું સંક્ષિપ્ત સ્વરૂપ દર્શાવી તેના ભેદ-પ્રભેદ વર્ણવો.
૩. કયા કયા પરીષહ કઈ કઈ કર્મ પ્રકૃતિના કારણે હોય છે ? બાવીશ, ચૌદ અને અગિયાર પરીષહ કોને હોય છે ? એકી સમયે કેટલા પરીષહ હોઈ શકે ? શાથી ?
૪. બાહ્ય અને અત્યંતર તપનું સ્વરૂપ લખો. તેના ભેદનું વર્ણન કરો.
૫. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય અને વ્યુત્સર્ગ એ દરેકના પ્રભેદોનું ટૂંક વર્ણન કરો.