________________
તત્વાથધિગમસૂત્ર
૭૯ પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ એ કર્મભૂમિ છે, બાકીના વિશ ક્ષેત્ર અને અંતર્દીપ અકર્મભૂમિ છે. દેવકુરુ અને ઉત્તરકુરુ
એ બે મહાવિદેહમાં હોવા છતાં તે ભોગભૂમિ હોવાથી અને વિરતિ ધર્મનો ત્યાં અભાવ હોઈ અકર્મભૂમિ છે.
મનુષ્ય અને તિર્યંચની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમ અને જઘન્ય-સ્થિતિ અંતર્મુહૂર્તની છે."
પૃથ્વીકાય જીવની ૨૨૦૦૦ વર્ષ, અપૂકાય જીવની ૭૦૦૦ વર્ષ, વાયુકાય જીવની ૩૦૦૦ વર્ષ, તેઉકાયની ત્રણ રાત દિવસ, વનસ્પતિ કાયની ૧૦૦૦૦ વર્ષ, બે ઇન્દ્રિય જીવની બાર વર્ષ, તે ઇન્દ્રિય જીવની, ૪૯ રાતદિવસ, ચઉરિન્દ્રિય જીવની છ માસ એ પ્રમાણે જીવોનાં ઉત્કૃષ્ટ આયુષ્ય છે. સંમૂછિમ જલચરનું એક ક્રોડ પૂર્વ, ઉરગનું પ૩૦૦૦ વર્ષ, ભુજગનું ૪૨૦૦૦ વર્ષ, પક્ષીનું ૭૨૦૦૦ વર્ષ અને સ્થલચરનું ૮૪૦૦૦ વર્ષનું આયુષ્ય છે. ગર્ભજ, જલચર, ઉરગ અને ભુજગ એ દરેકનું એક ક્રોડ પૂર્વ, પક્ષીઓનું પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું અને ચતુષ્પદ સ્થલચરનું ત્રણ પલ્યોપમનું આયુષ્ય છે.
સ્થિતિ બે પ્રકારની છે (૧) ભવસ્થિતિ તે આયુષ્ય અને (૨) બીજી જાતિમાં જન્મ પામ્યા વિના તે ને તે જાતિમાં વારંવાર જન્મ લેવો તે કાયસ્થિતિ.
પૃથ્વીકાય, અપકાય, તેઉકાય અને પ્રત્યેક વનસ્પતિકાય જીવની દરેકની કાયસ્થિતિ અસંખ્યાત-ઉત્સર્પિણી અવસર્પિણી કાળની છે; અને સાધારણ વનસ્પતિકાયની કાયસ્થિતિ અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાળની છે. દ્વિઇન્દ્રિય, ત્રિઇન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવોની કાયસ્થિતિ સંખ્યાત હજાર વર્ષની છે. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચની કાયસ્થિતિ સાત આઠ જન્મ પ્રમાણ અને