________________
તત્વાર્થાધિગમસૂત્ર
૧૭
મતિજ્ઞાન અર્થાવગ્રહથી શરૂ થઈ ધારણા સુધીમાં સમાપ્ત થાય છે. સ્પર્શન, રસન, પ્રાણ અને શ્રોત્ર એ ચાર પ્રાપ્યકારી ઇંદ્રિયો છે; તેના વડે સમગ્ર વસ્તુનું નહિં, પરંતુ માત્ર પર્યાયોનું જ્ઞાન થાય છે. વસ્તુના પર્યાયોનો આ ઇંદ્રિયો સાથે પ્રત્યક્ષ સંબંધ થાય છે ત્યારે આ ચાર ઇંદ્રિય દ્વારા વ્યંજનાવગ્રહથી શરૂ થઈ ધારણામાં સમાપ્ત થતું મતિજ્ઞાન થાય છે. વસ્તુનો સ્પર્શ સ્પર્શનેન્દ્રિયને સીધો ન થાય ત્યાં સુધી આઠ પ્રકારના સ્પર્શમાંના કયા પ્રકારનો સ્પર્શ છે તે ઇંદ્રિય પારખી શકતી નથી. રસનેન્દ્રિયના સીધા સંબંધમાં વસ્તુનો રસ આવે નહિં ત્યાં સુધી પાંચ પ્રકારના રસમાંનો કયો રસ છે તે ઇંદ્રિય પારખી શકતી નથી. પ્રાણેન્દ્રિયને વસ્તુના પરમાણુઓનો પ્રત્યક્ષ સંબંધ ન થાય ત્યાં સુધી બે પ્રકારની ગંધમાંની કઈ ગંધ છે તે ધ્રાણેન્દ્રિય પારખી શકતી નથી. શ્રોત્રેન્દ્રિયને શબ્દના આંદોલનોનો પ્રત્યક્ષ સંબંધ ન થાય ત્યાં સુધી તે ઇંદ્રિય શબ્દ ગ્રહણ કરી શાનો શબ્દ છે તેને પારખી શકતી નથી. સંક્ષેપમાં જ્ઞાન મેળવવા માટે પ્રાપ્યકારી ઇંદ્રિયોને વસ્તુના સીધા સંબંધની આવશ્યકતા છે; જ્યારે અપ્રાપ્યકારી ઇંદ્રિયોને વસ્તુના સીધા સંબંધની નહિ, પરંતુ યોગ્ય સંનિધાનની આવશ્યકતા છે.
*
સ્વભાવજન્ય બુદ્ધિ તે ઉત્પાતિકી બુદ્ધિ છે, કર્મ પરિણામજન્ય બુદ્ધિ તે કાર્મિકી બુદ્ધિ છે, પરિપક્વ વયના અનુભવયુક્ત પારિણામિકી બુદ્ધિ છે અને વિનયના પરિણામજન્ય બુદ્ધિ તે વૈનયિકી બુદ્ધિ છે.
सूत्र श्रुतं मतिपूर्व द्वयनेकद्वादशभेदम् ॥२०॥
-
અનુવાદ : શ્રુતજ્ઞાન બીજું મતિપૂર્વક જાણવું બે ભેદથી, અંગબાહ્ય ને અંગવાળું છે સર્વ એ દૂર દોષથી;