________________
૬૯
તત્વાર્થાધિગમસૂત્ર
રત્નપ્રભાના તેર, શર્કરામભાના અગીયાર, વાલુકાપ્રભાના નવ, પંકપ્રભાના સાત, ધૂમપ્રભાના પાંચ, તમ પ્રભાના ત્રણ અને મહાતમઃ પ્રભાનો એક એ પ્રમાણે અનુક્રમે પ્રસ્તર-માળ છે; તેમાં અનુક્રમે ત્રીશલાખ, પચીશલાખ, પંદરલાખ, દશલાખ, ત્રણ લાખ, નવાણું હજાર નવસો પંચાણું અને પાંચ એ પ્રમાણે નરકાવાસો છે; જેમાં નારકીના જીવો રહે છે. આ નારકજીવોની લેશ્યા, પરિણામ, દેહ, વેદના અને વિક્રિયા નિરંતર અશુભ હોય છે, ઉત્તરોત્તર નારકભૂમિના જીવોની લેશ્યા આદિ વધતા વધતા પ્રમાણમાં અશુભ અશુભતર હોય છે. નારકજીવનું વર્ણન : 2
રત્નપ્રભામાં કાપોત, શર્કરામભામાં અશુભતર કાપોત, વાલુકાપ્રભામાં કાપોત અને નીલ, પંકપ્રભામાં અશુભતરનીલ, ધૂમપ્રભામાં નીલ અને કૃષ્ણ, તમ પ્રભામાં કૃષ્ણ, અને મહાતમ.પ્રભામાં અશુભતર કૃષ્ણ લેશ્યા હોય છે. સંસ્થાન, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આદિના પરિણામ પણ અનુક્રમે અશુભઅશુભતર હોય છે. અશુભ નામકર્મના ઉદયથી દેહ પણ ઉત્તરોત્તર અનુક્રમે અશુભ અશુભતર, બિભત્સ, બિભત્સતર હોય છે. પહેલી ત્રણ ભૂમિમાં ઉત્તરોત્તરતીવ્ર તીવ્રતર; ઉષ્ણવેદના, ચોથીમાં શીતોષ્ણ; પાંચમીમાં–તીવ્રતર શીતોષ્ણ; છઠ્ઠીમાં શીત; અને સાતમીમાં શીતતર શીતતમ વેદના હોય છે. દુઃખમાંથી છૂટવાના પ્રયત્ન કરવા છતાં તેની વિક્રિયા થતાં પરિણામે દુઃખમાંથી ન છૂટાતાં અધિક દુઃખ વેઠવાનું રહે છે; આમ વિક્રિયા પણ અનુક્રમે અશુભ-અશુભતર હોય છે. આ સર્વ નિરંતર હોવાથી નારકીના જીવોને ક્ષણ પણ શાંતિ હોતી નથી. નારકીનાં દુઃખો અને ઉત્કૃષ્ટ આયુષ્ય : - સૂત્ર - પરીવારિતક: ૪