________________
O
તત્વાર્થાધિગમસૂત્ર संक्लीष्टासुरोदीरितदुःखाश्च प्राक् चतुर्थ्याः ॥५॥ तेष्वेक-त्रि-सप्तदश-द्वाविंशतित्रयस्त्रिंशत्सागरोपमाः
सत्त्वानां परा स्थितिः ॥६॥ અનુવાદ : અન્યોન્ય જીવો નારકીમાં, વૈરભાવે દુઃખને,
ઉદીરતા તે સામસામે, ક્ષણ ન પામે સુખને; કૃષ્ણલેશી અસુરદેવો, બહુજ નિર્દય કર્મથી, નરક ત્રણને દુઃખ દેતા, વાત સમજો મર્મથી. (૫) એક, ત્રણ, વળી, સાત, દશ, ને સત્તર સાગરતણી, બાવીશ, ને તેત્રીશ, જાણું સ્થિતિ નારક મેં ભણી; પ્રથમ, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી ધરા, સાતમીમાં આયુગણના, કહે છે પાઠકવરા. (૬)
અર્થ : આ નારકજીવો પરસ્પર વૈરભાવે દુ:ખની ઉદીરણા કરે છે. આ ઉપરાંત કૃષ્ણ લેશ્યાવાળા અસુર દેવો જે બહુ નિર્દય હોય છે તે પહેલી ત્રણ નારક સુધીના જીવોને દુઃખ આપે છે. પહેલીથી સાતમી નારકના જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે એક, ત્રણ, સાત, દશ, સત્તર, બાવીશ, અને તેત્રીશ સાગરોપમનું હોય છે.
ભાવાર્થ: નારકજીવોને ત્રણ પ્રકારની વેદના હોય છે; (૧) ક્ષેત્રમાં જન્મ થવાના કારણે થતી ક્ષેત્રજનિત, (૨) વૈરભાવે પરસ્પર ઝગડતા થતી પરસ્પરજનિત, (૩) અંબ, અંબરિષ આદિ પંદર પ્રકારના નિર્દય કુતૂહલી. પાપી પરમાધામીકૃત વેદના. પહેલી ત્રણ નારકભૂમિ સુધી પરમાધામીકૃત વેદના હોય છે; કારણ કે ત્યાંથી આગળ તેમની ગતિ નથી. આમ નારક જીવોને નિરંતર કોઈને કોઈ પ્રકારની વેદના હોય છે, અને ક્ષણ પણ સુખ હોતું નથી.